ભગવાન શિવના 7 સૌથી શક્તિશાળી અવતાર


By Pandya Akshatkumar15, Aug 2023 03:44 PMgujaratijagran.com

કાળ ભૈરવ

કાળ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરુપ છે. કાળ ભૈરવ જયંતિના દિવસે વિધિવત પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

દુર્વાસા અવતાર

દુર્વાસા અવતારમાં શિવજીએ ઋષિ અત્રિ અને તેમના પત્ની અનસૂયાના ઘરે જન્મ લીધો હતો અને તેઓ પોતાના ક્રોધી સ્વભાવના કારણે ઓળખાયા.

ગૃહપતિ અવતાર

ભોલેનાથે પોતાના આ અવતારમાં વિશ્વનાર નામના ઋષિના ત્યાં જન્મ લીધો હતો. તેમણે ઋષીના પત્ની ઈચ્છતા હતા તેથી ત્યાં જન્મ લીધો હતો.

હનુમાનજી

હનુમાનજીને પણ શિવજીના જ અવતાર ગણવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ માતા અંજની અને કેસરીના ઘરે થયો હતો.

શર્ભ

વિષ્ણુ ભગવાનના નરસિમ્હા અવતારે જ્યારે હિરણ્યકશ્યપ રાક્ષસનો વધ કર્યો તે પછી શાંત કરવા માટે શિવજીએ શર્ભનું સ્વરુપ ધારણ કર્યું હતું.

યતિનાથ

યતિનાથ અવતાર એક આદિવાસી યુગલની પરિક્ષા લેવા માટે પ્રગટ થયા હતા. શિવજીના આ અવતારની પૂજા કરવાથી દરેક મનોકામના સિદ્ધ થાય છે.

પિપ્લાદ મુનિ

પિપ્પલાદ મુનિ દધિચી ઋષિના પુત્ર હતા. દધિચીએ પોતાના પુત્રને બાળપણમાં જ છોડી દીધો હતો. પિપ્લાદ મુનિનું નામ લેવાથી શનિદોષમાંથી છૂટકારો મળે છે.

તારક મહેતા ફેમ'બબીતા ​​જી'દુબઈમાં આ ખાસ વ્યક્તિ સાથે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી, જોવા માટે અહીં ક્લિક કરો