Raisins Benefits: કિસમિસ ખાવાના ફાયદા


By Vanraj Dabhi18, Feb 2025 05:04 PMgujaratijagran.com

કિસમિસનું સેવન

કિસમિસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ઘણા મોટા ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ કિસમિસ ખાવાના 7 મોટા ફાયદા.

પોષક તત્ત્વો

કિસમિસમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, બોરોન, આયર્ન, કોપર, વિટામીન B અને C ભરપૂર માત્રામાં હોય છે.

પાચન સુધારે છે

કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

લોહીની ઉણપ

કિસમિસ આયર્ન અને કોપરનો સારો સ્ત્રોત છે, જે હિમોગ્લોબિન વધારે છે. તે એનિમિયાની ઉણપને રોકવામાં અસરકારક છે.

હાડકાંને મજબૂત બનાવે છે

કિસમિસમાં કેલ્શિયમ અને બોરોન જેવા મિનરલ્સ મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

કિસમિસ પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ત્વચાને ચમકદાર બનાવે છે

કિસમિસમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન સી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખે છે.

વજન નિયંત્રિત કરે છે

કિસમિસમાં પ્રાકૃતિક સુગર હોય છે, જે શરીરને ત્વરિત ઉર્જા આપે છે અને મીઠાઈની લાલસા ઓછી કરે છે. તે અતિશય આહાર લેતા અટકાવીને મેટાબોલિઝમને વેગ આપે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કિશમિશમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી અને બી-કોમ્પ્લેક્સ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Reduce Belly Fat: ફુગ્ગાની માફક ફુલેલું પેટ અઠવાડિયામાં બેસી જશે, બસ ડાયટમાં સામેલ કરો આ વસ્તુ