કાનના ઇન્ફેક્શન માટે આ ઘરેલુ ઉપાય અજમાવો


By Smith Taral20, Jul 2024 04:13 PMgujaratijagran.com

કાનમાં ઇન્ફેક્શન થવી એ ગંભીર સમસ્યા બની શકે છે, માટે આની સમયસર સારવાર કરવી જરૂરી બને છે, આ માટે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી સલાહભર્યું છે. આ સિવાય તમે ઘરે પણ કેટલાક કુદરતી ઉપાય કરીને ઇન્ફેક્શમાં રાહત મેળવી શકો છો

ગરમ કોમ્પ્રેસ

ગરમ કોમ્પ્રેસ લાગવવાથી કાનના દુખાવામાં રાહત મળે છે, આ તમારી પીડા અને સોજાને ઓછું કરી રાહત આપે છે.

લસણનું તેલ

લસણનું તેલ પણ આ સમસ્યામાં લાભદાયક છે આમાં રહેલા એન્ટિમાઇક્રોબાયલ ગુણ ઇન્ફેક્શન ઘટાડવામાં મદદ કરે છે. લસણના તેલને હળવું ગરમ કરી તેના થોડા ટીપા કાનમાં નાખો

ઓલિવ તેલ

તમે ઇન્ફેક્શનથી બચવા માટે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. આને હળવું ગરમ કરી તેના થોડા ટીપા કાનમાં રેડો, આનથ કાનની બળતરા ઓછી કરી શકાય છે.

એપલ સીડર વિનેગર

એપલ સીડર વિનેગરને પણ કુદરતી ઉપચારમાં ઉપયોગમાં લઇ શકાય છે. થોડું એપલ સીડર વિનેગર અને પાણી લઈને મિક્સ કરો અને તેને કાનમાં રેડો, આનાથી તમને કાનના દુખાવામાં રાહત મળે છે.

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઈલ કાનના ઇન્ફેક્શન ઘટાડવામાં મદદરૂપ બને છે. આ માટે ઓલિવ ઓઈલ અને કેરીયર ઓઈલને મિક્સ કરો કાનમાં રેડો. આમાં રહેલા એન્ટિમાઇક્રોબાયલ ગુણો ઇન્ફેક્શન ઓછું કરવામાં મદદ કરે છે.

હાઇડ્રેટેડ રહો

આ સમસ્યામાં ભરપુર પાણી પીવું પણ એટલુજ જરૂરી છે. શરીરમાં યોગ્ય માત્રામાં પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

Papaya Vegetable: કાચા પપૈયાનું શાક ખાવાના ફાયદા