અદાણીના 10 પૈકી 6 કંપનાના શેરોના ભાવમાં થયો ઘટાડો


By Nileshkumar Zinzuwadiya21, Jun 2023 04:38 PMgujaratijagran.com

10 પૈકી 6 કંપનીના શેરમાં મંદી

અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપની પૈકી 6 કંપનીમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈસિસિમાં 0.27 ટકાનો ઘટાડો થયો.

અદાણી ટોટલ

અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેરમાં 0.41 ટકાનો ઘટાડો થયો અને તે રૂપિયા 655.90 પર રહ્યો.

અદાણી પોર્ટ્સ

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેરનો ભાવ રૂપિયા 14.20 એટલે કે 1.92 ટકા વધી રૂપિયા 752 રહ્યો હતો.

અદાણી પાવર

અદાણી પાવરના શેરનો ભાવ મામુલી રૂપિયા 0.75 ઘટી રૂપિયા 260.95 રહ્યો હતો. ઈન્ટ્રા-ડે લો રૂપિયા 259.55 બોલાયો હતો.

અદાણી વિલ્મર

અદાણી વિલ્મરનો શેર રૂપિયા 1.55 એટલે કે 0.37 ટકા વધી રૂપિયા 418.60, અદાણી ગ્રીન રૂપિયા 15.95 અથવા 1.66 ટકા વધી રૂપિયા 975.60 રહ્યો હતો.

ACC અને NDTV

આ ઉપરાંત ACCના શેરનો ભાવ રૂપિયા 6.80 અથવા 0.37 ટકા વધી રૂપિયા 1,845 રહ્યો હતો. જોકે NDTVના શેરનો ભાવ રૂપિયા 4.15 ઘટી રૂપિયા 226 રહ્યો હતો.

અદાણી ટ્રાન્સમિશન

અદાણી ટ્રાન્સમિશન રૂપિયા 3.95 ટકા ગગડી રૂપિયા 808 અને અંબુજા સિમેન્ટ રૂપિયા 1.75 અથવા 0.39 ટકા વધી રૂપિયા 450.70 રહ્યો હતો.

ટાટા પાવર સૌથી આકર્ષક એમ્પ્લોઈયર બ્રાંડ, એમેઝોન બીજા સ્થાન રહી