Benefits Of Chaas: છાશ પીવાથી શું થાય? જાણી લો તેના ફાયદા


By Vanraj Dabhi18, Apr 2025 12:01 PMgujaratijagran.com

છાશનું સેવન

ઘણા લોકોને છાસ પીવી પસંદ હોય છે, તો કેટલાક લોકોને પસંદ નથી હોતી, આજે અમે તમને છાસ પીવાના ફાયદા વિશે જણાવીશું.

પોષક તત્વો

કેલ્શિયમ, વિટામીન, પોટેશિયમ, પ્રોબાયોટીક્સ, ફોસ્ફરસ અને એન્ટી ઓક્સીડેન્ટ તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

પાચન શક્તિ મજબૂત

છાસનું સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. એસિડ અને બેક્ટેરિયા પાચન પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

એસિડિટી દૂર કરે

એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે છાસનું સેવન પણ શ્રેષ્ઠ છે. જે પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.

ત્વચા માટે ફાયદાકારક

લેક્ટિક એસિડથી ભરપૂર છાસ ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારે

રોજિંદા આહારમાં છાસનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે

રોજ છાસ પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. જેથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે.

એનર્જી બૂસ્ટર છે

કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છાસ શરીર માટે એનર્જી બૂસ્ટર સાબિત થાય છે.

શરીરને ડિટોક્સ કરે

છાસમાં રિબોફ્લેવિન હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે, તેથી તેને શરીરનું શ્રેષ્ઠ ડિટોક્સિફાયિંગ એજન્ટ માનવામાં આવે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Brown Bread: આહારમાં બ્રાઉન બ્રેડનો સમાવેશ કરવાથી શું સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે? જાણો