High BP: હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાના 6 રામબાણ ઉપાય


By Sanket M Parekh09, May 2025 04:06 PMgujaratijagran.com

ગંભીર સમસ્યા

જો સમય-સમય પર તમારું બ્લડ પ્રેશર વધતું જતું હોય, તો તે એક ગંભીર સમસ્યા છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવા માટે તમે 6 રામબાણ ઉપાયોને અજમાવી શકો છો.

હાઈ બ્લડપ્રેશરના નુકસાન

બ્લડપ્રેશર હાઈ થવું શરીર માટે હાનિકારક નીવડે છે. બ્લડપ્રેશર હાઈ થવાથી ખાસ કરીને હાર્ટ પર વિપરિત અસર થાય છે.

એક્સરસાઈઝ કરો

બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનો સરળ ઉપાય નિયમિત એક્સરસાઈઝ કરવી છે. આ માટે દરરોજ સવાર-સાંજ હળવી કસરતો કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

સંતુલિત આહાર

ખરાબ ખાણી-પીણીની આદતોના કારણે પણ બ્લડપ્રેશર હાઈ રહે છે. એવામાં હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે. આ માટે લીલા શાકભાજી, ફળ, ફાઈબર અને પ્રોટીન યુક્ત ફૂડ્સને તમારી ડેઈલી ડાયટમાં સામેલ કરવા જોઈએ.

મીઠું ઓછું ખાવ

બ્લડ પ્રેશર વધવાનું મુખ્ય કારણ વધારે પડતું મીઠું ખાવું પણ હોઈ શકે છે. મીઠું સ્વાદ વધારવાની સાથે-સાથે બ્લડ પ્રેશરને પણ હાઈ કરે છે.

તણાવ મુક્ત

બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરવા માટે તણાવ ઓછો લેવો જોઈએ. વધારે પડતો તણાવ લેવાથી તેની સીધી અસર બ્લડપ્રેશર પર પડે છે.

નારિયેળનું પાણી પીવો

ગરમીની સિઝનમાં નારિયેળનું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહેશે. આ સાથે જ હાઈ બ્લડપ્રેશરની સમસ્યા પણ નહીં થાય. નારિયેળ પાણીમાં પોટેશિયમ અને વિટામિન સી મળી આવે છે.

ગાઢ અને પુરતી ઊંઘ લો

હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ગાઢ અને પુરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે.આ માટે દરરોજ ઓછામાં ઓછા 7 કલાક સૂવું જોઈએ. આ સાથે જ રાતે જલ્દી સૂઈને સવારે વહેલા ઉઠવાની આદત પાડી શકો તો એકદમ બેસ્ટ છે.

છાશમાં વરિયાળી નાખીને પીશો તો શું થશે? જાણો