Kanya Pujan 2025: કન્યા પૂજા બાદ બાળકીઓને ગિફ્ટમાં આ 6 વસ્તુઓ આપો


By Sanket M Parekh30, Sep 2025 04:00 PMgujaratijagran.com

નવરાત્રિનું મહત્ત્વ

નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને કન્યા પૂજાનો શુભ દિવસ નજીક આવી રહ્યો છે. આ દિવસે નાની બાળકીઓને દેવી દુર્ગાનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે અને તેમને ગિફ્ટ આપવામાં આવે છે.

કન્યા પૂજા માટે ગિફ્ટ આઈડીયાઝ

જો તમે પણ આ વખતે કન્યાઓને કંઈક એવી ગિફ્ટ અર્થાત ભેટ આપવા માંગતા હોવ, જેને જોઈને તેમના ચહેરા પર સ્મિત આવી જાય, તો તમે આ 6 આઈડિયાઝ લઈ શકો છો.

પુસ્તકો અને કૉમિક્સ

બાળકીઓને અભ્યાસ માટે રસપ્રદ પુસ્તકો અથવા તેમની મનપસંદ કોમિક્સ આપો. પુસ્તકો બાળકોને નવા વિચારો અને વાર્તાઓથી પરિચિત કરાવે છે.

ક્રિએટિવિટી વધારતી પેઈન્ટિંગ

ડ્રોઇંગ બુક્સ, પેઇન્ટ્સ અથવા રંગબેરંગી ક્રેયોન્સ જેવી ભેટો બાળકોની કલા અને સર્જનાત્મક ક્ષમતાને નિખારે છે. જેનાથી બાળકો પોતાની ભાવનાઓ અને વિચારોને રંગોના માધ્યમથી વ્યક્ત કરવાનું શીખે છે.

કપડા અને એસેસરીઝ

બાળકોને તેમના મનપસંદ રંગનો સ્કાર્ફ, બેગ, ટોપી અથવા નાના દાગીના આપવા જોઈએ. જે બાળકીઓને માત્ર સ્ટાઈલિસ્ટ લુક જ નથી આપતા, પરંતુ તેમનો લુક પત્યે આત્મવિશ્વાસ પણ વધે છે.

એક્ટ્રેક્ટિવ ગેમ

ચેસ, પઝલ્સ, સ્ટેમ કિટ અથવા મેન્યુઅલ સાયન્સ કિટ જેવી રમતો બાળકોની સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધારે છે. આવી રમતો અભ્યાસની સાથે-સાથે તેમના મનોરંજનનું માધ્યમ પણ બને છે.

પર્સનલાઈઝ્ડ અને યાદગાર ગિફ્ટ

નામ કે ફોટા સાથે કસ્ટમાઇઝ્ડ મગ, ડાયરી, પેન સેટ અથવા બેગ બાળકોને ખાસ અનુભવ કરાવે છે. આવી ગિફ્ટ લાંબા સમય સુધી યાદ રહે છે

સ્નેક્સ અને મીઠાઈ

ડ્રાય ફ્રુટ્સ, મધ, હેલ્ધી ચોકલેટ્સ અથવા સ્પેશિયલ સ્નેક્સ બાળકોને એનર્જી આપે છે અને તેમને ખુશ પણ રાખે છે. આવી નાની-નાની ભેટો તેમને પ્રેમનો અહેસાસ કરાવે છે.

Black pepper:કાળા મરી ખાવાના અનેક ફાયદા જાણો