બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેનું કારણ તેનું અંગત જીવન હોય છે. તો ક્યારેક તે તેની ફિટનેસ હોય છે.
મલાઈકા પોતાની ફિટનેસ સાથે નાની ઉંમરની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. 51 વર્ષીય અભિનેત્રી હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે.
અભિનેત્રી બિકીની પહેરીને દરિયામાં આનંદ કરતી જોવા મળી હતી,હાલ તે ઇટાલીમાં વૅકેશન મનાવી રહી છે.
જોકે અભિનેત્રી કોની સાથે ગઈ છે તે જાણી શકાયું નથી. પરંતુ તે ખૂબ જ મજા માણતી જોવા મળી રહી છે.
મલાઈકા હાલમાં ઇટાલીમાં જ્યાં છે ત્યાંના શ્રેષ્ઠ ભોજનનો સ્વાદ ચાખતી પણ જોવા મળી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
આ અભિનેત્રી નિયમિતપણે ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. રેસ્ટોરન્ટ ઉપરાંત, તે સોશિયલ મીડિયામાંથી પણ ઘણી કમાણી કરે છે.
51 વર્ષની ઉંમરે મલાઈકા અરોરાએ સાબિત કરી દીધું છે કે, ઉંમર ફક્ત એક સંખ્યા છે. દરેક વ્યક્તિ તેની ફિટનેસના વખાણ કરે છે.
મલાઈકા અરોરાનું થોડા સમય પહેલા બ્રેકઅપ થયું હતું. તે પહેલા તે અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી.