આજકાલ મોટાભાગની યુવતીઓ જીન્સ પહેરવું ખૂબ જ ગમાડતી હોય છે.જીન્સ પહેર્યા બાદ લુક મહદઅંશે સ્ટાઈલિસ્ટ દેખાય છે.
જીન્સ પહેરવામાં ખૂબ જ કમ્ફોર્ટેબલ પણ હોય છે. માર્કેટમાં અનેક પ્રકારના જીન્સ મળે છે. જેનાથી લુક અલગ-અલગ લાગે છે.
કેટલીક યુવતીઓ ઉતાવળમાં જીન્સ તો ખરીદી લે છે, પરંતુ પાછળથી તેના ફિટિંગથી ખુશ નથી હોતી. તો ચાલો જીન્સ ખરીદતી વખતે તમારે કંઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જાણીએ..
જીન્સમાં યુવતીઓ આરામદાયક અને કમ્ફોર્ટેબલ ફિલ કરવા માંગે છે. એવામાં તમારે જીન્સ ખરીદતી વખતે સ્ટ્રેચેબલ ફેબ્રિકનું ધ્યાન રાખવું જોઈએ.
યુવતીઓ માટે જીન્સ ખરીદતી વખતે વેસ્ટ સાઈઝ અને લંબાઈ તેમના શરીરના હિસાબે હોવી જોઈએ. આ માટે હંમેશા ટ્રાયલ બાદ જ જીન્સ ખરીદવું જોઈએ.
જો તમે જીન્સ ખરીદી રહ્યા હોય, તો તેના ફિટિંગનું જરૂર ધ્યાન રાખો. ખૂબ જ ટાઈટ કે વધુ પડતા ઢીલા જીન્સ પહેરવાનું અને ખરીદવાનું ટાળો.
જો તમે પણ જીન્સ ખરીદવા જઈ રહ્યા હોવ, તો તેની સિલાઈની ક્વોલિટી એકવાર ચેક કરો. ક્યાંયથી પણ સિલાઈ ખુલી ગઈ હોય, તો તેવું જીન્સ ના ખરીદશો.
દરેક જીન્સને ધોવાની રીત અલગ-અલગ હોય છે. આથી તેની વ્યવસ્થિત જાણકારી હોય, તો જ જીન્સ ખરીદવું જોઈએ.