એલચી એક એવો મસાલો છે, જે દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી રહે છે.
એલચી સ્વાદ, સુગંધ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
એલચીમાં એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિસેપ્ટિક, એન્ટિ-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે.
રાત્રે સૂતા પહેલા એક એલચી ગરમ પાણી સાથે ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
જો તમે દરરોજ રાત્રે એક એલચીનું સેવન કરો છો, તો તે પાચન સમસ્યાઓમાં રાહત આપે છે.
એલચી ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે અને ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
રાત્રે સૂતા પહેલા એક એલચી ખાવાથી ઊંઘ સારી આવે છે.
રાત્રે સૂતા પહેલા એક એલચી ગરમ પાણી સાથે ખાવાથી ઉલટીની સમસ્યા દૂર થાય છે.
આ માહિતી માત્ર માર્ગદશીતા સુચવે છે, વધુ અપડેટ માટે ડોક્ટરની સલાહ લો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.