મધમાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી ઈફ્લેમેન્ટરી જેવા તમામ ગુણ મળી આવે છે. જ્યારે કેસરમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ અને વિટામિન મળી આવે છે.
જો કોઈને રાતે ઊંઘ ના આવતી હોય, તો સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા દૂધમાં ચપટી કેસર અને અડધી ચમચી મધ મિક્સ કરીને પીવાથી તરત જ ગાઢ ઊંઘ આવી જાય છે.
કેસર અને મધનું સેવન કરવાથી શરદી-ઉધરસ અને તાવ જેવી સમસ્યામાં આરામ મળે છે. દૂધમાં કેસર અને મધ નાંખીને મિક્સ કરીને પીવાથી શરદી અને ઉધરસ જેવી સિઝનલ સમસ્યા દૂર થાય છે .
જો કોઈ વ્યક્તિને પાચન વ્યવસ્થિત ના થતું હોય, તો તેમણે કેસર અને મધને દૂધમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આમ કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને પેટ સબંધિત અન્ય સમસ્યામાં રાહત મળે છે.
સંધિવાના દર્દીઓએ પણ કેસર અને મધને દૂધમાં મિક્સ કરીને પીવું જોઈએ. હકીકતમાં કેસરમાં રહેલ કેલ્શિયમ સહિતના ગુણ શરીરના સાંધામાં થયેલા સોજા ઉતારવાનું કામ કરે છે, જેના કારણે દુખાવો દૂર થાય છે.
શિયાળામાં હાર્ટ બ્લોકેજની સમસ્યા ખૂબ જ વધી જતી હોય છે. આથી જો ઠંડીમાં ડેઈલી ડાયટમાં કેસર અને મધને સામેલ કરવા જોઈએ. જેનાથી હાર્ટ બોલ્કેજની સમસ્યાથી બચી શકાય છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.