ઘણી વાર આપણે દિવસમાં સુસ્તી અનુભવતા હોઈએ છે, તેના ઘણા કારણ હોઈ શકે છે, જેમાં એક ડિહાઇડ્રેશન પણ છે. શરીરમાં પાણીની ઉણપ ના લીધે લેથારજિક્ અનુભવાય છે. આવો જાણીએ ડિહાઇડ્રેશનના લક્ષણો વિશે
જ્યારે વધુ ગળ્યું ખાવાની ઈચ્છા થાય એ ડિહાઇડ્રેશનના સંકેત છે. આ માટે તમે એક ગ્લાસ પાણી અથવા નારિયેળ પાણીનું સેવન કરો
સ્નાયુમાં ખેંચાણ એ ડિહાઇડ્રેશનના કારણ હોઈ શકે છે. શરીરમાં અપૂરતું પાણીનું સ્વાસ્થ્ય પર અસર કરે છે.
ડિહાઇડ્રેશનના લીધે ઘણી વાર મોઢામાં દુર્ગંધ પણ આવે છે. માટે શરીરને પર્યાપ્ત માત્રામાં પાણી આપો
પાણી શરીરનું તાપમાન જાળવી રાખવામા મહત્વનો ફાળો આપે છે. જ્યારે શરિરમાં પાણી ની કમી વર્તાય છે ત્યારે પગ ઠંડા પડે છે અને અને ત્વચા શુષ્ક થઈ જાય છે.