વજન ઉતારવા માટે લોકો તરેહતરેહના ઉપાયો અજમાવી જુએ છે. જેના માટે લોકો ડાયટમાં ફેરફાર કરે છે, તો કેટલાક એક્સરસાઈઝ પર ભાર મૂકે છે.
જો તમે પણ વેઈટ લૉસ જર્નીમાં હોવ તો સવારે કેટલીક હેલ્ધી આદતો અપનાવી શકો છો. આ આદતો કેળવવા વિશે ફિટનેસ કૉચ કુસુમજી આપને વિગતવાર માહિતી આપી રહ્યા છે.
કેટલાક લોકો વજન ઉતારવા માટે બ્રેકફાસ્ટ છોડી દેતા હોય છે. જો કે આ એક ખરાબ આદત છે. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી ભૂખ લાગે છે અને અનહેલ્ધી ખાવાનું મન થાય છે.
વૅટ લૉસ કરવા માંગતા હોવ તો સવારે વહેલા ઉઠો અને એક્સરસાઈઝ કરો. એક્સરસાઈઝ કરવાથી શરીરનું મેટોબૉલિઝ્મ બૂસ્ટ થાય છે અને સરળતાથી ફેટ બર્ન થાય છે.
દરરોજ નેચરમાં અર્થાત કુદરતી વાતાવરણમાં કેટલોક સમય વીતાવવો ફાયદેમંદ છે. જેનાથી શરીરને વિટામિન-D મળે છે અને મૂડ પણ ફ્રેશ રહે છે. આ સાથે જ તેનાથી વજન પણ નિયંત્રિત રહે છે.
વજન ઘટાડવા માટે રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી શરીરમાં રહેલ ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને મેટાબૉલિઝ્મ બૂસ્ટ થાય છે.
વજન ઘટાડવા માટે દરરોજ થોડીવાર માટે મેડિટેશન કરો. આમ કરવાથી સ્ટ્રેસ મેનેજ થાય છે અને મગજ પણ શાંત રહે છે.