Benefits Of Makhana: શિયાળામાં મખાના ખાવાના ફાયદા


By Vanraj Dabhi12, Dec 2024 04:37 PMgujaratijagran.com

મખાના

ઘણા લોકો મખાનાનું સેવન કરતા હોય છે. પરતું તેનાથી શરીરમાં ઘણા ફેરફારો દેખાવા લાગે છે. ચાલો જાણીએ મખાના ખાવાથી શું થાય છે?

પોષક તત્વો

તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો હોય છે.

વજન ઘટાડે

મખાનામાં ઓછી કેલરી અને પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે. આ ખાવાથી ભૂખ ઓછી લાગે છે જેનાથી વજન ઝડપથી ઘટે છે.

હૃદય માટે ફાયદાકારક

મખાનામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

પાચનતંત્ર સ્વસ્થ રહે

મખાનામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. આ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ સિવાય કબજિયાતમાં રાહત મળે છે અને પેટ સાફ રહે છે.

ઊંઘ સારી આવે

મખાનામાં મેગ્નેશિયમ હોય છે, જે અનિદ્રાની સમસ્યા દૂર કરે છે. આ ખાવાથી રાત્રે સારી ઊંઘ આવે છે અને તણાવ દૂર થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે

મખાનામાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું બનાવે છે. આ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

આહાર પર ધ્યાન આપો

શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ માટે આહારમાં પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Wood Apple Benefits: અનેક બીમારીઓમાં દવાનું કામ કરે છે આ સસ્તુ ફળ, જાણો તેના જાદુઈ ફાયદા