Ghee On Navel: શિયાળામાં નાભિ પર ઘી લગાવવાના ફાયદા


By Vanraj Dabhi22, Nov 2024 12:17 PMgujaratijagran.com

નાભિ

આયુર્વેદ અનુસાર નાભિને શરીરની ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી રોજ નાભિ પર દેશી ઘી માલીસ કરવાથી વ્યક્તિને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

પોષક તત્વો

દેશી ઘીમાં વિટામિન-ઇ, વિટામિન-એ, વિટામિન-ડી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે.

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે

નાભિ પર ઘી લગાવવાથી ત્વચાની ડ્રાઈનેસ ઓછી કરીને ત્વચા મોઇશ્ચરાઇઝ કરે છે.

કબજિયાત

નાભિમાં ઘીના 2-3 ટીપાં નાંખો અને હળવા હાથે માલિશ કરવાથી પાચનક્રિયા સુધરે છે અને વ્યક્તિની કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

સાંધાના દુખાવામાં રાહત

નાભિમાં ઘી લગાવવાથી સાંધાનો દુખાવો દૂર થશે અને સોજામાં પણ રાહત મળશે.

વાત દોષ સંતુલિત થાય

આયુર્વેદ અનુસાર નાભિ પર ઘી લગાવવાથી વાત દોષ સંતુલિત થાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે ? એલોવેરા જેલમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવો