Amla Benefits: આમળાના ફાયદા


By Vanraj Dabhi21, Oct 2024 02:31 PMgujaratijagran.com

આમળાનું સેવન

ઘણા લકો આમળાનું સેવન કરતા હોય છે, પરંતુ તેના ફાયદા વિશે નથી ખબર હોતી, આજે અમે તમને આમળાના ફાયદા વિશે જણાવીશું.

પોષક તત્વો

વિટામિન સી સિવાય આમળામાં B1, B2, B3, B5, B6, B9, વિટામિન A, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ આયર્ન, કેલ્શિયમ, ફાઈબર વગેરે જેવા પોષક તત્વો હોય છે.

નાકોરી ફૂટવાથી રાહત

ઘણા લોકોને ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતા હોય છે, તેનાથી છુટકારો મેળવવા માટે આમળાના મુરબ્બાનું સેવન કરવું જોઈએ.

યાદશક્તિ તેજ કરે

આમળાનું સેવન કરવાથી મગજના કોષોને પોષણ મળે છે, જે યાદશક્તિને વધારવામાં મદદ કરે છે.

ભૂખ વધારે

જે લોકોને ભૂખ ઓછી લાગે છે તેઓએ આમળાનું સેવન કરવાથીથી ભૂખ વધવા લાગે છે અને પાચન પણ સ્વસ્થ રહેશે.

ત્વચા અને વાળ માટે ફાયદા

વિટામિન સીથી ભરપૂર આમળા ખાવાથી વાળ લાંબા, જાડા અને કાળા થાય છે અને તેનો રસ લગાવવાથી ખીલથી પણ છુટકારો મળે છે.

આંખોની રોશની વધારે

વિટામિન Aથી ભરપૂર આમળાનું સેવન કરવાથી આંખોને ફાયદો થાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Raisin Water: કિસમિસનું પાણી પીવાના ફાયદા