પ્રેશર કૂકર લગભગ બધાના ઘરમાં જોવા મળે છે, આનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેમાં ભોજન સરળતાથી બનાવી શકાય છે.
ઘણી વખત પ્રેશર કૂકરમાં રસોઈ બનાવતી વખતે સીટી વાગતી નથી. ક્યારેક પાણી બહાર આવવા લાગે છે, જેનાથી રસોડું ગંદુ થઈ જાય છે.
પ્રેશર કૂકરના ઉપયોગથી રસોડાનું કામ જેટલું સરળ બને છે તો ક્યારેક મુશ્કેલી પણ ઊભી કરે છે
જો તમે પણ પ્રેશર કૂકરની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો આ હેક્સ તમારા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે
જો પ્રેશર કૂકરમાંથી વરાળ નીકળી રહી હોય, તો રબરની રીગને ઢાંકણમાંથી હટાવીને ઠંડા પાણીમાં એકવાર રાખો અને પછી તેનો ઉપયોગ કરો.
જો રબર લગાવ્યા પછી પણ વરાળ નીકળી રહી હોય, તો કોઈ વસ્તું વડે સીટીને ઊંચી કરીને તેમાંથી વધારાની હવા કાઢી લો
જો કૂકરમાં પ્રેશર ન હોય, તો ખોરાક કાચો રહી જાય છે અથવા ક્યારેક બળી જાય છે. ખરાબ રબરના કારણે જ આવી સમસ્યા થાય છે.
જો કૂકરમાં પ્રેશર વધી રહ્યું નથી, તો રબરને કાઢીને તપાસો. જો તેમાં કોઈ કટ હોય અથવા ખૂબ ઢીલું થઈ ગયું હોય તો તેને બદલી લો
જો કૂકરમાંથી વધારે પાણી નીકળે તો આખું રસોડું ગંદુ થઈ જાય છે. આનાથી બચવા માટે, જ્યારે તમે કૂકરમાં કંઈક રાંધવાનું શરૂ કરો, ત્યારે તેમાં 1 ચમચી ઘી અથવા રસોઈ તેલ નાખી લો