ઢોકળા એ પરંપરાગત ગુજરાતી વાનગી છે, જે સમગ્ર ભારતમાં ખૂબ જ ખવાય છે. ગુજરાતીઓમાં આ વાનગી ખુબ લોકપ્રિય છે.
જ્યારે આપણે ઘરે ઢોકળા બનાવીએ છીએ ત્યારે ઘણીવાર ઢોકળા બરાબર ચડતા નથી અને તેનો સ્વાદ પણ સારો આવતો નથી. આ કારણોસર લોકો બજારમાંથી મળતા બેટરમાંથી ઢોકળા બનાવવાનું પસંદ કરે છે. ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના ઢોકળા નરમ નથી થતા. તો આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ અને ટ્રિક્સ જણાવીશું જેના દ્વારા તમે ઘરે જ પરફેક્ટ અને સોફ્ટ ઢોકળા બનાવી શકો છો.
ટેસ્ટી અને સોફ્ટ ઢોકળા બનાવવા માટે, સૌ પ્રથમ આપણે બેટરને યોગ્ય રીતે તૈયાર કરવાનું છે. તે મહત્વનું છે કે આપણે ઢોકળા માટે યોગ્ય રીતે બેટર બનાવીએ, એટલે કે, તે ન તો ખૂબ પાતળું હોવું જોઈએ અને ન તો ખૂબ જાડું હોવું જોઈએ. ઉપરાંત, ઢોકળાને સારી રીતે ફેટવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ઢોકળા નરમ અને પોચા બને.
ઘણીવાર આપણે બેટર તૈયાર કર્યા પછી તરત જ ઢોકળા બનાવીએ છીએ, પરંતુ આમ કરવાથી ઢોકળા બરાબર ચઢતા નથી અને તેનો સ્વાદ પણ યોગ્ય નથી લાગતો. તેથી, બેટરને થોડીવાર માટે છોડી દો તો સારું રહેશે.
હંમેશા યાદ રાખો કે ખાવાનો સોડા બેટરને રેસ્ટ આપ્યા પછી નાખવો. પહેલા નહીં.
જો તમે કૂકર કે અન્ય વાસણમાં ઢોકળા બનાવતા હોવ તો તે પાણીમાં થોડું મીઠું નાખો. આના કારણે ઢોકળા ઝડપથી પાકશે અને ઝડપથી ફૂલી જશે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે ઢોકળા ને હંમેશા મોટા વાસણમાં રાખો.
ઢોકળા બરાબર રંધાયા છે કે નહીં તે જાણવા માટે ટૂથપીકનો ઉપયોગ કરો. જો બેટર ટૂથપીક પર ચોટી જાય, તો તેનો અર્થ એ કે ઢોકળા સંપૂર્ણ રીતે રાંધ્યા નથી.