Pan Cleaning Tips: બળી ગયેલી તપેલીને સાફ કરવાની 5 સરળ ટિપ્સ એન્ડ ટ્રીક્સ


By Vanraj Dabhi15, Dec 2024 05:21 PMgujaratijagran.com

બળી ગયેલી તપેલી

રસોઈ દરમિયાન તપેલી બળી જવીએ દરેક ઘરમાં સમસ્યા છે. તેને સાફ કરવું મુશ્કેલ કામ છે. આવો જાણીએ કેટલીક એવી સરળ ટિપ્સ જેની મદદથી બળેલા વાસણને ચમકદાર બનાવી શકાય છે.

બેકિંગ સોડા અને પાણી

એક મોટા વાસણમાં ગરમ ​​પાણી, બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરો અને આ આ મિશ્રણમાં બળેલા વાસણને ડુબાડી થોડા કલાકો પછી સ્ક્રબરથી હળવા હાથે સાફ કરી લો.

વિનેગર અને મીઠું

એક વાસણમાં વિનેગર અને પાણી સરખા પ્રમાણમાં મિક્સ કરો અને તેમાં થોડું મીઠું ઉમેરીને પછી તેમાં બળી ગયેલા તવાને આ મિશ્રણમાં ડુબાડો અને થોડી વાર પછી સ્ક્રબર કરીને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ડીટરજન્ટ અને પાણી

એક વાસણમાં ગરમ ​​પાણીમાં ડિટર્જન્ટ પાવડરનું મિશ્રણ બનાવી તેમાં બળી ગયેલી તપેલીને ડુબાડો અને તેને થોડી વાર સ્ક્રબ કરો.

ગરમ પાણીમાં સાફ કરો

બળી ગયેલી તપેલીમાં પાણી અને ડિટર્જન્ટ પાવડર નાખીને ઉકાળો. પાણી ઠંડું થયા પછી, સ્ક્રબર અથવા સ્પોન્જ વડે સ્ક્રબ કરો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડાની પેસ્ટ

બળી ગયેલી તપેલીને ગરમ પાણીથી ધોઈ પછી બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને તેની પર લગાવીને થોડી વાર સ્ક્રબ કરો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bottle Gourd Benefits: દુધીને ચહેરા પર લગાવાથી થાય છે અનેક ફાયદા