Male Fertility: આ આદતો પુરૂષોની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે, તેને તરત સુધાર


By Vanraj Dabhi25, Jan 2025 03:08 PMgujaratijagran.com

ખરાબ ટેવો

પુરુષોએ તેમના રોજિંદા જીવન સાથે જોડાયેલી આ 5 ખરાબ આદતો જે પુરુષોની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે. તેથી તેને બદલવી જરૂરી બની જાય છે.

બિનઆરોગ્યપ્રદ ખોરાક

જો તમે સારી પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માંગો છો, તો વધુ પડતા ફાસ્ટ ફૂડનું સેવન કરવાનું ટાળો.

સ્થૂળતા

સ્થૂળતા તમારા વ્યક્તિત્વને તો બગાડવાની સાથે પુરુષોની પ્રજનન ક્ષમતા પર પણ નકારાત્મક અસર કરે છે.

તણાવ

ઓફિસનું ટેન્શન હોય કે ઘરની કોઈ સમસ્યા હોય, વધુ પડતો તણાવ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડી શકે છે, જે પુરુષની પ્રજનન ક્ષમતાને સીધી અસર કરી શકે છે.

લેપટોપને ખોળામાં રાખીને કામ કરવું

ઘરેથી કામ કરતા મોટાભાગના પુરૂષો તેમના ખોળામાં લેપટોપ લઈને કામ કરતા જોવા મળે છે. જે પુરુષોની પ્રજનન ક્ષમતાને અસર થાય છે.

ધૂમ્રપાન અને દારૂનું સેવન

ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન વીર્યની માત્રા અને ગુણવત્તાને ઘટાડવાની સાથે શુક્રાણુઓની સંખ્યા પણ ઘટાડે છે. ધૂમ્રપાન શુક્રાણુના DNAને પણ નુકસાન પહોંચાડે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં શા માટે વાળ ફાટી જાય છે? જાણો કારણો