લીવર (યકૃત) શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે ઝેરી તત્વોને બહાર કાઢે છે. જો કે ખરાબ જીવનશૈલી અને ચેપ (ઇન્ફેક્શન)ને કારણે લીવર કેન્સરનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આથી સમયસર જાગૃતિ જરૂરી છે
લીવર કેન્સર એક ગંભીર બીમારી છે, જે લીવરની કોષિકાઓમાં અસામાન્ય વૃદ્ધિ થવાથી થાય છે. જેની શરૂઆત ઘણાં કારણોસર થઈ શકે છે. અમેરિકન કેન્સર સોસાયટીએ લીવર કેન્સરના 5 મુખ્ય કારણો જણાવ્યા છે.
હેપેટાઈટિસ B અને Cનું ઈન્ફેક્શન લીવરને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે. આ ચેપ લક્ષણો વગર પણ હાજર હોઈ શકે છે, આથી સમય-સમય પર તપાસ જરૂરી છે
લીવરમાં ચરબી જમા થવાથી ફેટી લીવરની સમસ્યા થાય છે. આ લાંબા સમયમાં સિરોસિસ અને કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે. આ માટે વજન કંટ્રોલ કરવો અને સંતુલિત ડાયટ આવશ્યક છે.
સતત દારૂ પીવો અને ધૂમ્રપાન કરવું લીવરની કોષિકાઓને નુકસાન પહોંચાડે છે. આ આદતો લીવર કેન્સરનું જોખમ વધારી દે છે. આનાથી બચવું જરૂરી છે.
જો પરિવારમાં પહેલા કોઈને લીવર કેન્સર થયું હોય, તો ભવિષ્યમાં અન્ય સભ્યોને પણ આ બીમારી થઈ શકે છે
ઓબેસિટી અને અનિયંત્રિત ડાયાબિટીસ લીવરની બીમારીઓનું જોખમ વધારે છે, જે આગળ જતાં કેન્સરનું રૂપ લઈ શકે છે.
પ્રાઈમરી કેન્સર લીવરમાંથી જ શરૂ થાય છે. જ્યારે સેકેન્ડરી કેન્સર શરીરના અન્ય ભાગોમાંથી લોહી દ્વારા લીવર સુધી ફેલાય છે. આ બન્ને પરિસ્થિતિ ગંભીર જ હોય છે. આથી લિવર સ્વસ્થ છે કે કેમ તે જાણવા નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ.