Mint Water Benefits: 1 કપ ફૂદીનાનું પાણી પીવાના 5 ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh17, Nov 2024 04:36 PMgujaratijagran.com

1 કપ ફૂદીનાનું પાણી

જો તમે દરરોજ એક કપ ફૂદીનાનું પાણી પીવો છો, તો શરીરને અનેક ફાયદા થાય છે. આ પાણી સ્વાસ્થ્ય માટે રામબાણ મનાય છે.

સ્કિન ગ્લોઈંગ

ફૂદીનાનું પાણી સ્કિન માટે ફાયદેમંદ મનાય છે. ફૂદીનામાં એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે, જે સ્કિનને નેચરલ ગ્લો આપવા સાથે ખીલથી પણ બચાવે છે.

પેટની ગરમી શાંત

ઘણાં લોકોને પેટમાં ગરમી રહેતી હોય છે, પરંતુ 1 કપ ફૂદીનાનું પાણી પીવાથી આ ગરમી શાંત રહે છે, કારણ કે ફૂદીનાની તાસીર ઠંડી હોય છે.

વેટ લોસ

1 કપ ફૂદીનાનું પાણી પીવાથી ઝડપથી વજન ઉતારી શકાય છે. ફૂદીનાનું પાણી પીવાથી મેટાબોલીઝમ સુધરે છે, જેના કારણે વેટ લૉસ સરળથાથી થાય છે.

ગેસ છૂટકારો

જો કંઈ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જતી હોય, તો તેમાંથી છૂટકારો મેળવવા માટે એક કપ ફૂદીનાનું પાણી પીવું જોઈએ.

કેવી રીતે બનાવશો ફૂદીનાનું પાણી

ફૂદીનાનું પાણી બનાવવા માટે રાતે એક ગ્લાસ પાણીમાં 2-3 ફૂદીનાના પત્તા રાખી દો. સવારે ઉઠીને પાણીને ગાળીને તેની પી જાવ.

શિયાળામાં આ સ્પેશિયલ હેલ્ધી સૂપ બનાવો, સ્વાદ અને સ્વાસ્થ્યનું છે શાનદાર મિશ્રણ