આજના સમયમાં સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ઝડપથી વધતી જતી બીમારી બની ગઈ છે. આ બીમારીના દર્દીએ પોતાની ડાયટમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એવામાં આજે યોગના ગ્રાન્ડ માસ્ટર અક્ષયે ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલાક યોગા પોઝ વિશે વિગતવાર જણાવ્યું છે.
ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે કોઈપણ વયજૂથના લોકોને થઈ શકે છે. બાળકથી માંડીને વયોવૃદ્ધ લોકોને પણ ડાયાબિટીસનો રોગ થઈ શકે છે.
ડાયાબિટીસ મુખ્યત્વે ટાઈપ-એ અને ટાઈપ-બી એમ બે પ્રકારના હોય છે. ડાયાબિટીસમાં બૉડીમાં ઈસ્યુલિન બનવાનું સદંતર બંધ થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને અનેક સમસ્યા થઈ શકે છે.
યોગામાં અનેક એવી ટેકનીક હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવા સાથે બીજી બીમારીઓથી બચવામાં મદદ કરે છે. યોગાસન શરીરના આંતરિક અંગોને ખેંચવા અને માલિશ કરવામાં મદદ કરે છે.
આ યોગ મુદ્રાઓ કરવાથી તમારી બૉડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. જેનાથી તમારા આંતરિક અંગો અને નર્વસ સિસ્ટમની કામ કરવાની ક્ષમતા વધી જાય છે. જે સુગર જેવી બીમારીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે યોગ્ય લાઈફસ્ટાઈલ હોવી જરૂરી છે. એવામાં તમારે ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ડાયટની સાથે-સાથે યોગા અને એક્સરસાઈઝ પણ સુગરને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે. આ લેખમાં એવા કેટલાક યોગાસન વિશે જણાવીશું, જે ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે.
જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય, તો તમારે દરરોજ પ્રાણાયામ કરવા જોઈએ.પ્રાણાયામ કરવાથી પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
જો તમારું ડાયાબિટીસ હાઈ થઈ ગયું હોય, તો તેને કંટ્રોલમાં કરવા માટે તમે પાદહસ્તાસન પણ કરી શકો છો. આ યોગ આસનથી પણ તમને સુગર લેવલ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ મળી શકે છે.
વધી રહેલા ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમે અધોમુખી શ્વાનાસન પણ કરી શકો છો. આ આસન દરરોજ કરવાથી તમારી બૉડી પણ એક્ટિવ રહે છે.
દરરોજ બાલાસન કરવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય, તો તેમાથી પણ આ બાલાસન રાહત આપવાનું કામ કરે છે.