શિયાળામાં ફેફસાંને સાફ રાખવા માટે આ ડ્રિંક્સ અચૂક પીવા જોઈએ


By Vanraj Dabhi09, Dec 2023 10:14 AMgujaratijagran.com

ફેફસાં

ફેફસાં એ શરીરનું મહત્વનું અંગ છે. જો ફેફસામાં ગંદકી જમા થવા લાગે તો તેનાથી શરીરને ઘણુંબધુ નુકસાન થાય છે.

શિયાળામાં પ્રદૂષણ

શિયાળાની સિઝનમાં પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી જવાના કારણે ફેફસામાં ગંદકી જમા થવા લાગે છે.

આ ત્રણ ડ્રિંક્સ પીવો

ફેફસામાં જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે આ 3 ડ્રિંક્સ ઘરે જ બનાવીને પીવો. આ ડ્રિંક્સની મદદથી ગંદકીને સાફ કરી શકાય છે.

ગ્રીન ટી પીવો

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તકે તમે તેનું સેવન કરીને ફેફસામાં જમા થયેલી ગંદકીને પણ દૂર કરી શકો છો.

સવારે અને સાંજે પીવો

દરરોજ સવારે અને સાંજે ગ્રીન ટી પીવાથી ફેફસામાંથી ગંદકી ઝડપથી દૂર થાય છે, તેથી શિયાળામાં ગ્રીન ટી પીવો.

હળદર અને આદુ વાળી ચા

આદુ અને હળદરની ચા બનાવીને પણ પી શકો છો. આ ડ્રિંક પીવાથી ફેફસાં સાફ થાય છે અને શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ દૂર થાય છે.

ફેફસાં માટે રામબાણ ઈલાજ

હળદર અને આદુની ચા ફેફસાં માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તે એકદમ કડવી છે. તેથી તેમાં મધ પણ ઉમેરી શકાય છે.

એલોવેરા જ્યુસ અને લીંબુ પીવો

એક ગ્લાસ પાણીમાં 1 ચમચી એલોવેરાનો રસ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ ડ્રિંક્સ રોજ પીવો. આ ડ્રિંક્સ ફેફસામાંથી ગંદકી દૂર કરી શકે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે કેટલો સમય ચાલવુ જોઈએ?