By Jagran Gujarati01, Jan 2023 10:07 AMgujaratijagran.com
મેષ રાશિ ના જાતકો માટે વર્ષ 2023 મધ્યમ બની રહેશે. કાર્યક્ષેત્રે ઘણા લાભ મળવાની સંભાવનાઓ રહેલી છે. સમગ્ર વર્ષ દરમિયાન તમારી રાશિ પરથી રાહુનું ભ્રમણ તમને કોર્ટ-કચેરી, હોસ્પિટલ, પોલીસ સ્ટેશનના દ્વાર સુધી લઈ જઈ શકે છે.
વૃષભ રાશિ ના જાતકો માટે આ વર્ષ તમે ઈચ્છો હોય તેવું પણ હોય, થોડો સંઘર્ષ જીવનમાં તમે અનુભવશો. આર્થિક બાબતે સંઘર્ષ કરી પૈસા આવશે. વિદેશ જવાના યોગો બની શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ વર્ષ દરમિયાન ધ્યાન રાખવું જરુરી બની રહેશે.
મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ પરિવર્તનોથી ભરપૂર રહેવાનું છે. 17 જાન્યુઆરીથી શનિની પનોતી (ઢૈયા)માંથી છૂટકારો મળશે. તેથી વર્ષની શરુઆતથી જ શુભ સમય શરુ થશે. કોર્ટ-કચેરીના કામોમાંથી છૂટકારો મળશે. ધંધા-નોકરીમાં પણ પ્રગતિ થઈ શકે છે પણ તેની સાથે છૂપા શત્રુઓમાં વધારો થશે.
કર્ક રાશિ માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. જીવનના દરેક ક્ષેત્રમાં તમને ભાગ્યનો સાથ મળતો દેખાશે. કોર્ટ-કચેરીના કેસોમાં જો તમે ભરાયેલા છો તો તમને તેમાંથી છૂટકારો મળી શકશે. વર્ષની શરુઆતમાં જ શનિ દેવ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ગોચર કરશે, જેથી સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી બની રહેશે. વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો, નજીકના વ્યક્તિ સાથે સંબંધોમાં તિરાડ પડી શકે છે.
સિંહ રાશિ માટે નવુ વર્ષ જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. લાંબા સમયે રાશિ પરિવર્તન કરતા ગ્રહો જેવા કે ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમને ખૂબ જ શુભ ફળ આપશે. 17 જાન્યુઆરી પછીનું તમારું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે.
કન્યા રાશિના જાતકો માટે આ નવુ વર્ષ જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. સમગ્ર જીવનના સૌથી મહત્વના નિર્ણયો આ વર્ષે લેવાના આવશે. અપરિણિત જાતકો કે જે લગ્નની ઉંમરના છે, તેમના લગ્ન આ વર્ષે થઈ શકે છે. ગુરુ દેવનું ગોચર તમને જોઈતા તમામ કાર્યો પૂર્ણ કરાવશે. દરેક કાર્યમાં મહેનત વધુ લાગશે, પરિણામની પ્રાપ્તિ માટે એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડશે.
તુલા રાશિના વાર્ષિક રાશિફળ 2023 જાતકો માટે નવુ વર્ષ શુભ રહેવાનું છે. જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તનો તમે અનુભવશો. આ વર્ષે તમે પ્રોપર્ટીમાં વધારો કરશો તેવી સંભાવના છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી થોડો સંઘર્ષ રહેશે પરંતુ એપ્રિલથી ઓક્ટોબરનો સમય ખૂબ જ શુભ રહેશે. જીવનમાં આધ્યાત્મિકતામાં વધારો થશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ નવુ વર્ષ પડકારો ભરેલુ રહેશે. જીવનમાં થોડા સંઘર્ષોનો સામનો કરવો પડશે. આ વર્ષે તમારા કરિયર અને નોકરી પર વિશેષ સ્વરુપે પ્રભાવ પડશે. વર્ષની શરુઆત કરતા અંતિમ ભાગ ખૂબ જ શુભ રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ફળ વર્ષના અંતમાં મળશે.
આ વર્ષે 17મી જાન્યુઆરીએથી શનિની સાડાસાતી તમારા પરથી નીકળવાની છે. તમે કરેલા દરેક કાર્યોનું ફળ તમને આ વર્ષે મળશે. કોર્ટ-કચેરીના કામોમાં અચાનકથી સફળતા મળશે. કોઈની પર વધુ પડતો વિશ્વાસ ન કરવો સફળતા મળવાથી છૂપા શત્રુઓમાં પણ વધારો થશે.
મકર રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. શનિદેવ જાન્યુઆરી મહિનામાં તમારી રાશિ પરથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેથી તમે ગયા વર્ષે કરેલા કર્મોનું ફળ આ વર્ષે મળશે. આ વર્ષે તમારા સન્માનમાં વધારો થવાનો છે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી કરી શકો છો. વાહન ખરીદશો.
કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાન્યુઆરી મહિનામાં શનિ તમારી રાશિ પરથી ગોચર કરશે, તેથી જીવનમાં ઘણા મોટા પરિવર્તનો જોવા મળશે. હાલ શનિની સાડાસાતી ચાલી રહી છે, ત્યારે આ વર્ષે તમે નવા-નવા પડકારોનો સામનો કરવો પડશે. 2023માં ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમારા જીવનમાં કેટલાક મોટા પરિવર્તનો લાવશે.
આ વર્ષ મીન રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. શનિ મહારાજ તમારા જીવનમાં થોડા ખર્ચા વધારશે. જાન્યુઆરી મહિના પછી શનિ તમારી રાશિથી બારમાં સ્થાને ગોચર કરશે, તે દરમિયાન સ્વાસ્થ્ય બાબતે થોડા ખર્ચામાં વધારો થશે. તમારા પોતાના તમારા વિરોધી બનતા તમને અનુભવાશે. ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમારા જીવનમાં કેટલાક મોટા પરિવર્તનો લાવશે.