જો તમને શરીરમાં આ 10 સંકેત દેખાય, તો તેને નજરઅંદાજ ના કરશો. આ કોઈ ગંભીર બીમારીના લક્ષણ હોઈ શકે છે. આથી આવા સંકેતોને સમયસર ઓળખીને તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. તો ચાલો જાણીઓ આ સંદર્ભે યુનિવર્સિટી ઑફ ઝ્યૂરિચમાં કરવામાં આવેલી રિસર્ચ શું કહે છે?
સતત માથામાં દુખાવો અને ચક્કર આવવા સામાન્ય નથી હોતું. જો તમને વારંવાર એવું થઈ રહ્યું હોય, તો તે હાઈબ્લડ પ્રેશર કે ન્યૂરોલૉજિકલ સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
છાતીમાં દુખાવો, બળતરા અને ભારે લાગતું હોય, તો તેને પણ સામાન્ય ગણવાની ભૂલ ના કરવી જોઈએ. આ હાર્ટ સબંધિત બીમારી કે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે, એવામાં તાત્કાલિક તબીબ તપાસ કરાવવી હિતાવહ રહેશે.
જો થોડું કામ કરવામાં પણ તમને શ્વાસ ચડી જતો હોય કે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો તે ફેફસાની બીમારી, અસ્થમા કે હ્રદય સબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે.
જો ડાયટમાં કોઈ ફેરફાર કર્યાં વિના તમારા વજનમાં અચાનક વધ-ઘટ થઈ રહી હોય, તો તે પણ થાઈરૉઈડ, ડાયાબિટીશ કે હોર્મોનલ અસંતુલનનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં સમયસર મેડિકલ તપાસ કરાવવી જોઈએ.
જો તમને લાંબા સમય સુધી ભૂખ ના લાગતી હોય, સતત અપચો રહેતો હોય અથવા પેટમાં દુખાવો થતો હોય તો આ તમામ પાચન તંત્ર સબંધિત સમસ્યા કે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
વધુ પડતા કામના કારણે જ કાયમ સતત નબળાઈ અને થાક લાગે તેમ નથી હોતું. આ એનીમિયા, ડાયાબિટીશ કે હોર્મોનલ અસંતુલિત થવાના સંકેત હોઈ શકે છે.
જો તમને કોઈ ઈજા વિના શરીર પર વાદળી, લાલ કે કાળા ધબ્બા પડી જતા હોય અને આ ઘા જલ્દી રૂઝ ના આવતી હોય, તો તે બ્લડ ડિસઑર્ડર કે ડાયાબિટિસ જેવી કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
જો તમારે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય અને સતત તરસ લાગી રહી હોય કે તમારું મોંઢુ સૂકાઈ રહ્યું હોય, તો તે ડાયાબિટીસ કે કિડનીની બીમારીનો સંકેત હોઈ શકે છે.આવી સ્થિતિમાં તમારે તબીબનો સંપર્ક સાધવો જ રહ્યો.