મકર સંક્રાતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ મહિનાથી ચાલી આવતા કમૂરતાનો અંત થાય છે અને તમામ શુભ પ્રસંગો શરુ થાય છે. મોટા ભાગે 14 જાન્યુઆરીની આજૂબાજૂના સમયગાળામાં સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરી મકર રાશિમાં પ્રવેશતા હોય છે, તેથી આ દિવસને મકર સંક્રાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને 'ઉતરાયણ' કહે છે. સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ પડનારી કિરણો શુભ ગણાતી નથી. પણ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતી વખતે આ કિરણો અત્યંત લાભકારી ગણાય છે. કદાચ એટલે જ મકર સંક્રાંતિના શુભ અવસરે સૂર્યની ઉપાસના કરવાની પ્રથા છે. ગુજરાતી પ્રજા આ દિવસે પતંગ ઉડાવી બે દિવસ તહેવાર ધુમધામથી મનાવે છે. આ દિવસે ખાસ કરીને દાન-ધર્મનું ખૂબ મહત્વ હોય છે. એક માન્યતા અનુસાર આ દિવસે દાન કરવાથી 100 ગણુ ફળ પ્રાપ્ત થાય છે. શિયાળાની ઋતુ હોવાથી તલ-સિંગની ચિકકીનું દાન લોકો વધુ પ્રમાણમાં કરતા હોય છે.
વધુ વાંચો