Death Sentence For Yasin Malik: આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડવાના કેસમાં JKLFના વડા યાસીન મલિકની મુશ્કેલીમાં વધારો થયો છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ ટેરર ફન્ડિંગ કેસમાં યાસીન મલિકને મોતની સજા આપવામાં આવે તેવી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓને ફંડ પૂરું પાડવાના કેસમાં યાસીન મલિક આજીવન કેદની સજા ફટકારવામાં આવેલી છે. ટ્રાયલ કોર્ટે ગયા વર્ષે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. હવે NIA તરફથી આ કેસમાં યાસીન મલિકને મોતની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવતા આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે.
National Investigation Agency (NIA) moves Delhi High Court seeking death penalty for Yasin Malik (chief of the banned Jammu and Kashmir Liberation Front) in terror funding case. Trial Court sentenced him to life imprisonment last year.
— ANI (@ANI) May 26, 2023
(File Pic) pic.twitter.com/9rcsQzxuv8
યાસીન મલિકની ઉપર બે હાઈ પ્રોફાઈલ કેસ ચાલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાસીને જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 1990માં અશાંતિ સર્જવા માટે જવાબદાર માનવામાં આવે છે. યાસીન એવા કેટલાક અલગતાવાદીઓ પૈકીનો મહત્વનો ચહેરો છે કે જેણે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ સર્જી હતી અને તેને પગલે હજારોની સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ પોતાનું વતન છોડવું પડ્યું હતું.
આ ઉપરાંત 8 ડિસેમ્બર,1989ના રોજ રુબૈયા સઈદનું અપહરણ કરવાને લગતો કેસ પણ ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેની ઉપર 25 જાન્યુઆરી,1990ના રોજ વાયુસેનાના 4 અધિકારીઓની હત્યા કરવાનો પણ આરોપ છે.