નેશનલ ડેસ્કઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાઁધીનું સંસદનું સભ્ય પદ છીનવાઇ ગયું છે. આ વિપક્ષના ઘણાં નેતા તેમના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરે રવિવારે 2 એપ્રિલે એક નિવેદનમાં કહ્યું છે કે, ''લોકસભામાંથી રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કરાયા પછી વિપક્ષની એક લહેરનું સ્વાગત છે. આ ચોંકાવનારું છે.''
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ''ઘણાં વિપક્ષી દળને એકતાનો ફોર્મૂલા સમજાઈ રહ્યો છે.'' તેમણે કહ્યું કે, ''એક સાથે ભેગા થઈને ઊભા રહેશું અને અલગ-અળગ થઈને ભાંગી પડીશું'ની કહેવતની હકિકતનો વિપક્ષી દળોએ અનુભવ કરવાનું શરૂ કરી દીધું છે.
''જો હું નેતૃત્વ કરેત તો…''
તિરવનન્તપુરથઈ લોકસભા સાંસદ શશિ થરુરે કોંગ્રેસ વાસ્તવિક જનાધારની વાત કરતાં કહ્યું કે, જો હું પાર્ટી નેતૃત્વમાં હોત તો નાની પાર્ટી (ક્ષેત્રીય પાર્ટી)ઓને 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગંઠબંધનના સંયોજક બનાવવા માટે પ્રોત્સાહિત કરેત. ઉલ્લેખનીય છે કે, લોકસભામાંથી અયોગ્ય જાહેર થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પક્ષમાં ઘણાં વિપક્ષી નેતાઓનું નિવેદન આવ્યું છે. પણ આ સમર્થન માત્ર નિવેદન સુધી જ સિમિત છે. લોકસભા ચૂંટણી 2024 માટે કરવામાં આવી રહેલાં વિપક્ષી દળના ગઠબંધન સ્થિત જેમની તેમ બની છે. સરળ શબ્દોમાં કહીએ તો અત્યારે પણ ગેર કોંગ્રેસી ગઠબંધન તૈયાર કરવાના પ્રયત્નોમાં કોઈ કમી આવી નથી.
રાહુલ ગાંધી બન્યા ભાજપ માટે મોટો ખતરો
શશિ થરુરે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભાજપ તેનાથી ઘબરાઈ ગયું છે. તેમણે કહ્યું કે, વર્ષો સુધી ભાજપે રાહુલ ગાંધીની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો. પણ હવે તેને અહેસાસ થયો કે, તે માટે એક ગંભીર ખતરો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયા પાર્ટીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી લોકોને ભરપૂર સમર્થન મળ્યું હતું. એટલું જ નહીં. આવતા મહિને યોજાનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 અંગે કોંગ્રેસ ખૂબ જ ઉત્સાહિત છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે વધુ સમય કર્ણાટકમાં વિતાવ્યો હતો.