WhatsApp Bill Payments: ભારતમાં સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ તરીકે જાણીતા WhatsApp એ ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે મોટો ધમાકો કર્યો છે. કંપનીએ ભારતીય યુઝર્સ માટે ‘Bill Payments’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે એપમાંથી બહાર નીકળ્યા વગર જ ઘરમાં વપરાતા તમામ પ્રકારના યુટિલિટી બિલ શોધી શકશે, તેને મેનેજ કરી શકશે અને એક જ ક્લિકમાં પેમેન્ટ પણ કરી શકશે.
30 થી વધુ કેટેગરી અને 22,722 બિલર્સનો સપોર્ટ
WhatsAppનું આ નવું ફીચર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના 'ભારત કનેક્ટ' (BBPS) નેટવર્ક પર કામ કરે છે. તેનાથી યુઝર્સને એકસાથે અનેક સેવાઓનો લાભ મળશે. જેમકે વીજળી, ગેસ, પાણી, FASTag, લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ બિલ તેમજ લોનની હોપ્તા (EMI) જેવી 30 થી વધુ કેટેગરીઓ આવરી લેવાઈ છે. જે દેશભરના 22,722થી વધુ નાના-મોટા બિલર્સ સાથે આ સિસ્ટમ જોડાયેલી છે.
કેવી રીતે કામ કરશે આ ફીચર?
₹ (રુપિયા) આઇકન પર ટેપ કરો: WhatsApp ઓપન કરતા જ હોમ સ્ક્રીન પર સૌથી ઉપર દેખાતા ₹ આઇકન પર ટેપ કરીને આ સેવામાં જઈ શકાશે.
કેટેગરી પસંદ કરો: બિલ કેટેગરી અને તમારા બિલર (જેમ કે જેટકો, પશ્ચિમ ગુજરાત વીજ કંપની વગેરે)ને પસંદ કરો.
એકાઉન્ટ વિગત અને કન્ફર્મેશન: ગ્રાહક નંબર કે એકાઉન્ટ ડિટેલ્સ નાખતા જ સ્ક્રીન પર બિલની રકમ આપોઆપ આવી જશે, જેને ચેક કરીને પેમેન્ટ કરી શકાશે.
પેમેન્ટ ઓપ્શન્સ: આ ફીચરમાં UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ – એમ તમામ પ્રકારે ચૂકવણી કરવાનો વિકલ્પ મળે છે.
'હાઉસહોલ્ડ બિલ્સ સમરી' અને અન્ય મુખ્ય ખાસિયતો
ઓટો-ફેચ બિલ (Household Bills Summary): તમે ભૂતકાળમાં જે બિલ પે કર્યા હશે, તે આપોઆપ સ્ક્રીન પર ફેચ થઈને આવી જશે. જેનાથી દર મહિને સિંગલ ટેપથી બિલ ભરી શકાશે.
મલ્ટીપલ એકાઉન્ટ્સ મેનેજમેન્ટ: એક જ બિલર હેઠળ યુઝર્સ પોતાના ઘર, ઓફિસ કે પરિવારના અન્ય સભ્યોના અલગ-અલગ બિલ પણ કનેક્ટ કરી શકશે.
'See All' ઓપ્શન: હોમ સ્ક્રીન પર પોપ્યુલર કેટેગરી દેખાશે અને 'See All' પર ટેપ કરવાથી બાકીની 20થી વધુ કેટેગરીઝ જોઈ શકાશે.
આ ફીચર હાલમાં તબક્કાવાર (Phased Rollout) રીતે રોલઆઉટ થઈ રહ્યું છે અને આગામી થોડા અઠવાડિયામાં ભારતના તમામ Android અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે. ડિજિટલ પેમેન્ટ્સને વધુ સરળ બનાવવા માટે WhatsAppનું આ પગલું ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી એપ્સ માટે મોટો પડકાર બની શકે છે.
