Vivo T5 Pro vs OnePlus Nord 6: તાજેતરમાં જ વીવો (Vivo T5 Pro) અને વન પ્લસ (OnePlus Nord 6)એ મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં બે શાનદાર 5G ફોન લૉન્ચ કર્યાં છે. આ બન્ને ડિવાઈસમાંથી ક્યો ખરીદવો, તેને લઈને ગ્રાહકો અસમજસમાં મૂકાઈ રહ્યા છે, કારણ કે બન્ને સ્માર્ટફોન 9000 mAh બેટરી અને મોટી ડિસ્પ્લે અને પાવરફૂલ પર્ફોમન્સ સાથે આવી રહ્યા છે.
જો કે કિંમતની બાબતમાં બન્ને ફોન વચ્ચે 9 હજાર રૂપિયાનો ફરક છે. એવામાં જો તમે પણ આ બન્નેમાંથી કોઈ એક સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા હોવ, તો સૌથી પહેલા બન્નેની પુરી સરખામણી પર એકનજર નાંખી લો, જેથી તમને નિર્ણય લેવામાં સરળતા રહે…
આ પણ વાંચો
- ભાવ: એકતરફ Vivo T5 Proનો ભાવ 29,999 રૂપિયા રાખવામાં આવ્યો છે. બીજી તરફ OnePlus Nord 6ની કિંમત 38,999 રૂપિયાથી શરૂ થાય છે. આ બન્ને ડિવાઈઝ બેસ્ટ સ્ટોરેજ ઑપ્શન ઑફર કરે છે.
- ડિસ્પ્લે અને ડિઝાઈન: બન્ને ફોનમાં AMOLED ડિસ્પ્લે મળી રહી છે. જો Vivo T5 Proની વાત કરીએ તો, 6.83 ઈંચની 1.5K સ્ક્રીન, 144Hz રિફ્રેશ રેટ અને 5000 નિટ્સ સુધીની બ્રાઈટનેસ મળી રહી છે. બીજી તરફ OnePlus Nord 6માં 6.78 ઈંચની ડિસ્પ્લે, 165Hz રિફ્રેશ રેટ અને સારી ટચ રિસ્પોન્સ સાથે 3840Hz PWM ડિમિંગ મળી રહ્યા છે.
- ડિસ્પ્લેની બાબતમાં બન્ને ફોન લગભગ સરખા જ છે, પરંતુ જો તમને થોડી મોટી અને વધારે બ્રાઈટ સ્ક્રીન જોઈતી હોય, તો T5 Pro સારો વિકલ્પ છે. આવી જ રીતે સ્મૂથ એક્સપીરિયન્સ માટે Nord 6 પણ સારો સ્માર્ટફોન છે.
- પર્ફોમન્સ અને ગેમિંગઃ પર્ફોમન્સ મામલે Nord 6 ઘણો આગળ છે. Vivo T5 Proમાં જ્યાં સ્નેપડ્રેગન 7s Gen 4 પ્રોસેસર છે, જ્યારે Nord 6માં વધારે શાનદાર સ્નેપડ્રેગન 8s Gen 4 ચિપસેટ મળી રહે છે. આ સાથે જ Nord 6માં LPDDR5X RAM અને UFS 4.1 સ્ટોરેજ મળે છે, જે ગેમિંગ અને મલ્ટી ટાસ્કિંગ માટે બેસ્ટ છે.
- કેમેરાઃ જો કેમેરાની વાત કરીએ તો, બંને ડિવાઇસ 50MP નો પ્રાઇમરી કેમેરા ઓફર કરી રહ્યા છે, પરંતુ Nord 6માં 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ પણ છે, જે ફોટોગ્રાફીમાં વધુ ફ્લેક્સિબિલિટી આપે છે. જ્યારે સામેની તરફ (સેલ્ફી માટે) બંને ડિવાઇસમાં 32MP કેમેરા આપવામાં આવ્યો છે. જોકે, Nord 6માં ઓટોફોકસ સપોર્ટ વધુ સારો છે.
- બેટરી અને ચાર્જિંગઃ Vivo T5 Proમાં 9020mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ મળે છે. બીજી તરફ Nord 6માં 9000mAh બેટરી અને 80W ચાર્જિંગ સ્પીડ મળી રહી છે. આ બંને ડિવાઇસ સરળતાથી 1 થી 2 દિવસનો બેટરી બેકઅપ આપી શકે છે.
Vivo T5 Pro Vs OnePlus Nord 6: બન્નેમાંથી ક્યો સ્માર્ટફોન ખરીદવો? (Vivo T5 Pro vs OnePlus Nord 6)
જો તમારું બજેટ રૂ. 30,000ની આસપાસ હોય, તો Vivo T5 Pro એક શાનદાર 'વેલ્યુ-ફોર-મની' ઓપ્શન બની શકે છે, જે મોટી બેટરી અને દમદાર ફીચર્સ ઓફર કરે છે. જ્યારે જેમને વધુ પાવર, બહેતર કેમેરા અને સ્મૂધ ડિસ્પ્લે જોઈએ છે, તેમના માટે OnePlus Nord 6 વધુ સારો વિકલ્પ જણાય છે.
