Ration Card: રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું? જાણો અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો

રેશન કાર્ડમાં નવું નામ કેવી રીતે ઉમેરવું? જાણો લગ્ન પછી વહુ કે નવજાત બાળકનું નામ ઉમેરવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા (Form-3) અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 11 Aug 2026 02:36 PM (IST)Updated: Tue, 11 Aug 2026 02:36 PM (IST)
ration-card-name-add-online-gujarat-2026-process-required-documents-and-eligibility-explained

Ration Card Name Add Online Gujarat 2026: રેશન કાર્ડ માત્ર સરકારી યોજનાઓ હેઠળ સસ્તું અનાજ મેળવવા માટે જ નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ ઓળખપત્ર અને સરનામાના પુરાવા તરીકે પણ ઉપયોગી છે. પરિવારમાં કોઈ બાળકનો જન્મ થાય કે લગ્ન પછી નવી વહુ આવે, ત્યારે રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવું જરૂરી બને છે, કારણ કે રાશનનો જથ્થો પરિવારના સભ્યોની સંખ્યાના આધારે મળે છે. ગુજરાતમાં આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.

રેશન કાર્ડ જરૂરી માટે દસ્તાવેજો

લગ્ન પછી વહુ/પત્નીનું નામ ઉમેરવા માટે

  • લગ્નનું પ્રમાણપત્ર (Marriage Certificate)
  • પતિનું રેશન કાર્ડ
  • માતા-પિતાના રેશન કાર્ડમાંથી નામ કમી કર્યાનું પ્રમાણપત્ર (Deletion Certificate)
  • સરનામું અપડેટ કરેલું આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો

રેશન કાર્ડમાં નવજાત બાળકનું નામ ઉમેરવા માટે

  • મૂળ રેશન કાર્ડ
  • બાળકનું જન્મ પ્રમાણપત્ર (Birth Certificate)
  • માતા-પિતાનું આધાર કાર્ડ (જો બાળકનું આધાર કાર્ડ બનેલું હોય તો તે પણ સાથે રાખવું)

ખાસ નોંધ: નવું નામ ઉમેરતા પહેલાં સંબંધિત સભ્યનું આધાર કાર્ડ અપડેટ થયેલું હોવું જરૂરી છે.

રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ(Digital Gujarat Portal) અથવા ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આઈડી-પાસવર્ડથી લોગિન કરો. જો એકાઉન્ટ ન હોય તો નવું સિટિઝન એકાઉન્ટ બનાવો.
  • Services વિભાગમાં જઈને રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટેનું ફોર્મ નંબર-3 પસંદ કરો.
  • સ્ક્રીન પર ખૂલતા ઓનલાઈન અરજી ફોર્મમાં નવા સભ્યની તમામ માગવામાં આવેલી અંગત વિગતો સાચી રીતે ભરો.
  • ત્યારબાદ જરૂરી તમામ દસ્તાવેજો સ્પષ્ટ વંચાય તે રીતે સ્કેન કરીને અપલોડ કરો. જો દસ્તાવેજ ઝાંખા હશે તો અરજી રદ થઈ શકે છે.
  • વિગતો ચકાસી ફોર્મ સબમિટ કરો અને જો કોઈ નિર્ધારિત ફી હોય તો તેની ચુકવણી કરો. અરજી સબમિટ થયા બાદ મળતો Application Reference Number / રસીદ નંબર સાચવી રાખવો, જેનાથી અરજીનું સ્ટેટસ ટ્રેક કરી શકાશે.

જે નાગરિકો ઓનલાઈન અરજી કરવા સક્ષમ ન હોય, તેઓ તમામ મૂળ દસ્તાવેજો સાથે રાખીને નજીકના જન સેવા કેન્દ્ર (JSK) ની મુલાકાત લઈને પણ આ કામગીરી સરળતાથી કરાવી શકે છે.