ઓપ્પોએ લૉન્ચ કરી Find X10 સિરીઝ; 2nm પ્રોસેસર અને 200MP કેમેરા સાથે કિંમત અને ફિચર્સ વિશે જાણો

ઓપ્પો ફાઇન્ડ X10 સિરીઝ ભારતમાં ફાઇન્ડ X10 (12GB + 256GB) માટે 1,39,999 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે 12GB + 512GB વેરિઅન્ટની કિંમત 1,69,999 રૂપિયા રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 23 Oct 2026 10:01 PM (IST)Updated: Fri, 23 Oct 2026 10:01 PM (IST)
oppo-unveils-find-x10-series-with-2nm-mediatek-dimensity-and-triple-200mp-cameras

OPPO Find X10 Pro: ઓપ્પો ઇન્ડિયાએ નવી ફાઇન્ડ એક્સ10 સિરીઝ (Find X10 Series) લોન્ચ કરી છે, જેમાં ફાઇન્ડ એક્સ10 અને ફાઇન્ડ એક્સ10 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આ લોન્ચ તેની નવીન અને પ્રીમિયમ ફ્લેગશિપ ઓપ્પો ફાઇન્ડ એક્સ સિરીઝની 10મી જનરેશન દર્શાવે છે. પ્રીમિયમ સ્માર્ટફોન અનુભવ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે નિર્મિત, ઓપ્પો ફાઇન્ડ એક્સ10 સિરીઝ અદ્ભુત વાસ્તવિક ઇમેજિંગ, અજોડ પરફોર્મન્સ, અસાધારણ બેટરી આયુષ્ય અને આકર્ષક ડિઝાઇન સાથે લાવે છે.

આ તમામ બાબતોની સાથે નવી કલરઓઓએસ 17 એક ઉત્તમ અને સરળ યુઝર સોફ્ટવેર અનુભવ પૂરો પાડે છે. ઓપ્પોએ Enco X4 અને Pad Mini સાથે તેના ફ્લેગશિપ કનેક્ટેડ ઇકોસિસ્ટમનો પણ વિસ્તાર કર્યો છે, જેથી યુઝર્સ એક જ ફ્લોમાં કેપ્ચર, ક્રિએટ અને શેર કરી શકે.

ઓપ્પો ઇન્ડિયાના હેડ ઓફ કમ્યુનિકેશન્સ ગોલ્ડી પટનાયકએ જણાવ્યું હતું કે દસ પેઢીથી ઓપ્પો ફાઇન્ડ એક્સ સિરીઝે સ્માર્ટફોન ઇનોવેશનની સીમાઓને સતત વટાવી છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ10 સિરીઝ સાથે અમે એ બાબતનું નિરાકરણ લાવી રહ્યા છીએ જેની સાથે ક્રિએટર્સ સૌથી વધુ સંઘર્ષ કરે છે.

ઓપ્પો ફાઇન્ડ X10 સિરીઝ ભારતમાં ફાઇન્ડ X10 (12GB + 256GB) માટે 1,39,999 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે 12GB + 512GB વેરિઅન્ટની કિંમત 1,69,999 રૂપિયા રહેશે. ફ્લેગશિપ ઓપ્પો ફાઇન્ડ X10 પ્રો મેક્સ (12GB + 512GB) 1,99,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ઓપ્પો 24,999 રૂપિયામાં હેસેલબ્લાડ ટેલિકોવર્ટર કિટ પણ રજૂ કરશે.
તેના પ્રીમિયમ ઇકોસિસ્ટમ પોર્ટફોલિયોને વિસ્તૃત કરતાં, ઓપ્પો પેડ મિની (8GB + 256GB) 94,999 રૂપિયામાં ઓપ્પો એન્કો X4 19,999 રૂપિયામાં અને 10,000mAh ઓપ્પો પાવર બેંક 2199 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

આ સિરીઝમાં વીડિયો ક્ષમતામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ 10 તમામ રિયર કેમેરા પર 4K 60fps રેકોર્ડિંગને સપોર્ટ કરે છે, જ્યારે તેના 200એમપી મેઇન અને ટેલિફોટો કેમેરા 4K 120fps અને 8K 30fps રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ10 પ્રો મેક્સ પર ત્રણેય 200એમપી રિયર કેમેરા 4કે 60એફપીએસ, 4કે 120એફપીએસ અને 8કે 30એફપીએસ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.