Motorola Signature 27 Price and Features: સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ ફોનની રેસ વધુ રસપ્રદ બની રહી છે. હવે Motorolaએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Motorola Signature 27 રજૂ કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો 200MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા છે. આ ઉપરાંત તેમાં Snapdragonનું લેટેસ્ટ પ્રોસેસર, મોટી બેટરી અને મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી મળે છે. ખાસ વાત એ છે કે કંપનીએ આ ફોન માટે 7 વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન પણ આપ્યું છે.
Motorola Signature 27ની કિંમત કેટલી છે?
Motorola Signature 27ની શરૂઆતની કિંમત 1,599 યુરો એટલે કે આશરે રૂ. 1.70 લાખ રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન Pantone Capulet Olive અને Pantone Coal Smoke એમ બે કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં તેનું વેચાણ પસંદગીના બજારોમાં શરૂ થવાનું છે. ભારતમાં પણ કંપનીએ આ ફોન લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. જોકે, ભારતીય બજાર માટે તેની કિંમત અને ચોક્કસ ઉપલબ્ધતાની વિગતો જાહેર કરવામાં આવી નથી.
Motorola Signature 27માં મળશે 200MP કેમેરા
ફોટોગ્રાફીના શોખીનો માટે Motorola Signature 27માં ખાસ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા મળે છે. તેમાં 50MP Sony LYT-910 પ્રાઇમરી કેમેરા, 200MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 50MP અલ્ટ્રા વાઇડ કેમેરાનો સમાવેશ થાય છે.
તેનો 200MP પેરિસ્કોપ કેમેરા 100x સુધીના ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. આ ફીચરની મદદથી દૂરની વસ્તુઓની તસવીરો પણ કૅપ્ચર કરી શકાય છે. આ ઉપરાંત, ફોનમાં ડેડિકેટેડ એક્શન સેન્સર આપવામાં આવ્યું છે. વીડિયો રેકોર્ડિંગ માટે તેમાં 30fps પર 8K વીડિયો રેકોર્ડિંગની સુવિધા મળે છે.
12,000 નિટ્સ બ્રાઇટનેસ સાથે મળશે મોટી ડિસ્પ્લે
ડિસ્પ્લેની વાત કરીએ તો Motorola Signature 27માં 6.8 ઇંચની Extreme AMOLED Duo LTPO Tandem OLED સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે અને તેની પીક બ્રાઇટનેસ 12,000 નિટ્સ સુધીની છે. જેના કારણે તડકામાં પણ સ્ક્રીન પર કન્ટેન્ટ જોવાનો અનુભવ સારો રહી શકે છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે Corning Gorilla Glass Ceramic 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
Snapdragonના નવા પ્રોસેસરથી મળશે દમદાર પરફોર્મન્સ
પરફોર્મન્સ માટે આ સ્માર્ટફોનમાં Qualcommનું Snapdragon 8 Elite Extreme Gen 6 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ચિપસેટ 2nm ટેક્નોલોજી પર આધારિત છે. તેમાં 5.01GHz સુધીની ક્લોક સ્પીડ ધરાવતા બે પ્રાઇમ કોર, 4.03GHzના ત્રણ પરફોર્મન્સ કોર અને 3.74GHzના ત્રણ એફિશિયન્સી કોર મળે છે. ગ્રાફિક્સ માટે Adreno 850 GPU આપવામાં આવ્યું છે. આ ફોનમાં 16GB સુધીની LPDDR5X RAM અને 1TB સુધીની UFS 4.1 સ્ટોરેજનો વિકલ્પ મળે છે. આ કોમ્બિનેશન હેવી ગેમિંગ, મલ્ટિટાસ્કિંગ અને અન્ય કામગીરી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
Motorola Signature 27માં મોટી બેટરી, મિલિટરી ગ્રેડ સુરક્ષા અને 7 વર્ષના અપડેટ
Motorola Signature 27માં 7000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ફોનને IP68 અને IP69 રેટિંગ મળ્યું છે, જે પાણી અને ધૂળ સામે સુરક્ષા આપે છે. તે MIL-STD-810H મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન સાથે આવે છે. તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ અને Gorilla Glass Ceramic 3 પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.
સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન Android 17 આધારિત છે. કંપની તેના માટે 7 વર્ષ સુધી OS અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ આપશે. સાથે જ Bang & Olufsen દ્વારા ટ્યુન કરાયેલા સ્ટીરિયો સ્પીકર્સ પણ મળે છે, જે મ્યુઝિક અને વીડિયોનો અનુભવ વધુ સારો બનાવે છે.
