શું તમારું રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે? જાણો ઘરબેઠા ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ પ્રોસેસ

હવે જૂના રેશન કાર્ડની ચિંતા છોડો! DigiLocker અને UMANG એપ દ્વારા તમારા મોબાઇલમાં ફોટાવાળું ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરવાની સૌથી સરળ રીત અહીં જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 03 Aug 2026 08:35 AM (IST)Updated: Mon, 03 Aug 2026 08:35 AM (IST)
how-to-download-digital-ration-card-online

digital ration card download: હવે તમારે જૂના, ફાટેલા કે ભીના થઈ ગયેલા રેશન કાર્ડ વિશે ચિંતા કરવાની કે દર વખતે તેની હાડૅ ફોટોકોપી સાથે લઈને ફરવાની કોઈ જરૂર નથી. સરકારી ડિજિટલ સેવાઓનો આભાર, હવે તમે ઘેરબેઠા જ તમારા મોબાઇલ અથવા લેપટોપનો ઉપયોગ કરીને તમારા ફોટાવાળું ડિજિટલ રેશન કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ ડિજિટલ રેશન કાર્ડ સંપૂર્ણપણે અધિકૃત છે અને વિવિધ સરકારી યોજનાઓ તેમજ સરકારી પ્રક્રિયાઓ માટે માન્ય ગણાય છે. જરૂર પડે ત્યારે તમે તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

ડિજિટલ રેશન કાર્ડ મેળવવા માટે મુખ્યત્વે ત્રણ સરળ માધ્યમો ઉપલબ્ધ છે: DigiLocker, UMANG એપ, અને તમારા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનું અધિકૃત પોર્ટલ.

DigiLocker દ્વારા ડાઉનલોડ કરવાની રીત

સ્ટેપ 1: સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ખોલો અને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.

સ્ટેપ 2: એપમાં આપેલા સર્ચ બારમાં Ration Card લખીને સર્ચ કરો.

સ્ટેપ 3: ઉપલબ્ધ યાદીમાંથી તમારા રાજ્યના ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટનો વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 4: માંગવામાં આવેલી જરૂરી માહિતી, જેમ કે તમારો રેશન કાર્ડ નંબર અને જિલ્લાનું નામ યોગ્ય રીતે દાખલ કરો.

સ્ટેપ 5: વિગતોનું વેરિફિકેશન થતાં જ તમારું કાર્ડ ડિજિલોકરના 'Issued Documents' વિભાગમાં સેવ થઈ જશે, જ્યાંથી તમે તેને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કે શેર કરી શકો છો.

UMANG એપ દ્વારા ડાઉનલોડ કરવાની રીત

સ્ટેપ 1: તમારા ફોનમાં ઉમંગ એપ ઓપન કરીને લોગ ઇન કરો.

સ્ટેપ 2: સર્ચ બોક્સમાં "રેશન કાર્ડ" અથવા તમારા રાજ્યના અન્ન વિભાગનું નામ ટાઇપ કરો.

સ્ટેપ 3: સંબંધિત સેવા પર ક્લિક કર્યા પછી તમારો રેશન કાર્ડ નંબર અને અન્ય માગેલી વિગતો ભરો.

સ્ટેપ 4: વિગતો સાચી હશે તો ડિજિટલ રેશન કાર્ડ સ્ક્રીન પર દેખાશે, જેને તમે સરળતાથી ડાઉનલોડ કરીને ફોનમાં સેવ કરી શકો છો.

આ રીતે, કોઈ પણ સરકારી કચેરીના ધક્કા ખાધા વગર તમે માત્ર થોડી જ મિનિટોમાં તમારું ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.