Ai+ Nova 2 Power Launch: કાલે ભારતમાં લોન્ચ થશે નવો સ્માર્ટફોન, 7,000mAh બેટરી અને 48MP કેમેરા સાથે મળશે ધમાકેદાર ફીચર્સ

Ai+ Nova 2 Power Launch: Ai+ Nova 2 Power સ્માર્ટફોન 19 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે. ફોનમાં 7,000mAh બેટરી, 48MP AI કેમેરા, MediaTek Dimensity 7100 ચિપસેટ અને 33W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ મળશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 18 Sep 2026 02:26 PM (IST)Updated: Fri, 18 Sep 2026 02:26 PM (IST)
ai-plus-nova-2-power-to-launch-in-india-tomorrow-check-7000mah-battery-48mp-camera

Ai+ Nova 2 Power Price: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક નવી એન્ટ્રી થવા જઈ રહી છે. Ai+ કંપનીએ પોતાના નવા સ્માર્ટફોન Ai+ Nova 2 Powerની લોન્ચ તારીખ જાહેર કરી છે. મોટી 7,000mAh બેટરી, 48MP AI કેમેરા અને MediaTek Dimensity 7100 પ્રોસેસર સાથે આવતો આ ફોન લાંબા સમય સુધી બેટરી બેકઅપ ઇચ્છતા યુઝર્સ માટે આકર્ષક વિકલ્પ બની શકે છે.

19 સપ્ટેમ્બરે બપોરે થશે લોન્ચ

Ai+ Nova 2 Power ભારતમાં 19 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી છે. અન્ય Ai+ સ્માર્ટફોનની જેમ આ ડિવાઇસ પણ Flipkart મારફતે વેચાણ માટે ઉપલબ્ધ થશે. લોન્ચ પહેલાં જ કંપનીએ ફોનના અનેક મુખ્ય ફીચર્સ અને ડિઝાઇનની ઝલક શેર કરી છે.

ફોનને Deep Purple, Blue Fusion, Golden Blue Fusion, Midnight Black અને Ocean Green એમ કુલ પાંચ કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવશે. કેટલાક વેરિઅન્ટમાં ગ્રેડિયન્ટ ફિનિશ જોવા મળશે, જ્યારે અન્યમાં સોલિડ કલર ડિઝાઇન આપવામાં આવશે.

કેમેરા અને ડિઝાઇનમાં મળશે પ્રીમિયમ લુક

Ai+ Nova 2 Powerના પાછળના ભાગમાં સ્ક્વેર આકારનો કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યો છે. તેમાં બે મોટા ગોળાકાર કેમેરા રિંગ્સ, LED ફ્લેશ અને અન્ય સેન્સર જોવા મળે છે. કંપનીએ કેમેરા મોડ્યુલ પર 48MP AI Camera બ્રાન્ડિંગ આપી છે, જે દર્શાવે છે કે ફોનમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળશે. ફોનના રાઇટ સાઇડમાં આવેલા પાવર બટન પર લાલ રંગની ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને અલગ ઓળખ આપે છે. પાછળના ભાગમાં Ai+નો લોગો પણ જોવા મળે છે.

MediaTek Dimensity 7100 સાથે મળશે તાકાત

કંપનીએ પહેલાથી જ પુષ્ટિ કરી છે કે Ai+ Nova 2 Powerમાં MediaTek Dimensity 7100 ચિપસેટ આપવામાં આવશે. આ સ્માર્ટફોન કંપનીના nxtQ OS પર કામ કરશે. સ્ટોરેજ માટે ફોન 6GB RAM + 128GB Storage અને 8GB RAM + 128GB Storage એમ બે વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે.

મોટી બેટરી ફોનની સૌથી મોટી ખાસિયત માનવામાં આવી રહી છે. તેમાં 7,000mAh લિથિયમ-પોલિમર બેટરી મળશે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કંપનીનો દાવો છે કે સામાન્ય ઉપયોગમાં આ બેટરી એક જ ચાર્જમાં આખો દિવસ સરળતાથી ચાલી શકે છે. Ai+ હાલમાં ભારતમાં Nova અને Pulse સિરીઝ હેઠળ અનેક સ્માર્ટફોન વેચી રહી છે. Nova 2 Power લોન્ચ થયા બાદ કંપનીની Nova સિરીઝ વધુ મજબૂત બનશે અને મોટી બેટરીવાળા સ્માર્ટફોન સેગમેન્ટમાં સ્પર્ધા વધશે.