449 રૂપિયામાં ચાલશે પરિવારના 4 SIM, સાથે 75GB ડેટા અને ફ્રી Google Gemini Pro!

જિયોના ₹449 વાળા પોસ્ટપેડ ફેમિલી પ્લાનની પૂરી માહિતી જાણો. એક જ પ્લાનમાં 4 સિમ, 75GB ડેટા, JioHotstar અને Google Gemini Pro ફ્રી મેળવો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 28 Oct 2026 02:17 AM (IST)Updated: Wed, 28 Oct 2026 02:17 AM (IST)
4-sims-for-the-family-for-449-plus-75gb-of-data-and-free-google-gemini-pro

Jio 449 Postpaid Plan: ટેલિકોમ ક્ષેત્રે અવનવા પ્લાન્સથી ગ્રાહકોને આકર્ષતી રિલાયન્સ જિયો (Reliance Jio) ફરી એકવાર પોતાના યુઝર્સ માટે એક મોટો અને ફાયદાકારક પ્લાન લઈને આવી છે. જો તમે પણ જિયોના પોસ્ટપેડ કનેક્શન પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો અથવા તો પહેલાથી જ જિયો પોસ્ટપેડ યુઝર છો, તો કંપનીનો ₹449વાળો ફેમિલી પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પ્લાન માત્ર એક વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવારના રિચાર્જનું ટેન્શન પૂરું કરી શકે છે.

એક જ બિલમાં ચાલશે 4 SIM કાર્ડ

જિયોના આ ₹449ના પોસ્ટપેડ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એક પ્રાઇમરી કનેક્શન સિવાય વધારાના 3 ફેમિલી SIM કાર્ડ જોડવાની સુવિધા મળે છે. એટલે કે એક જ પ્લાન હેઠળ ઘરમાં કુલ 4 SIM ચલાવી શકાય છે. જોકે, આ એડ-ઓન સુવિધા માટે પ્રત્યેક ફેમિલી SIM દીઠ મહિને ₹150નો અલગથી ચાર્જ ચૂકવવો પડશે. વધુમાં, દરેક નવા ઉમેરાયેલા ફેમિલી SIM સાથે દર મહિને 5GB વધારાનો ડેટા પણ આપવામાં આવે છે.

ડેટા, કોલિંગ અને મેસેજિંગના ફાયદા

બિલિંગ સાયકલ આધારિત આ પ્લાનમાં ગ્રાહકોને દર મહિને 75GB ડેટા મળે છે. જો એક મહિના દરમિયાન તમારો આ ડેટા પૂરો થઈ જાય, તો તે પછીના વપરાશ માટે પ્રતિ GB માત્ર ₹10ના દરે ચાર્જ લાગશે. આ ઉપરાંત પ્લાનમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજના 100 SMS પણ બિલકુલ ફ્રી મળે છે.

JioHotstar અને JioAICloudનું મનોરંજન

આજના ડીજિટલ યુગમાં મનોરંજનનું ધ્યાન રાખતા જિયો પોતાના ગ્રાહકોને આ પ્લાનમાં JioHotstarનું Mobile+ Hollywood સબ્સ્ક્રિપ્શન પણ મફત આપી રહ્યું છે. આ સિવાય, સ્માર્ટફોનની સ્ટોરેજ ફુલ થવાની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે JioAICloud પર 50GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ પણ મળે છે. આ ફ્રી સ્ટોરેજનો ઉપયોગ કરીને યુઝર્સ પોતાના મહત્વના ફોટોઝ, વિડીયો અને અન્ય ફાઇલો સુરક્ષિત સેવ રાખી શકે છે.

₹35,100ની કિંમતનું Google Gemini Pro બિલકુલ ફ્રી!

જિયોના આ ફેમિલી પ્લાનનું સૌથી મોટું આકર્ષણ તેનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઓફર છે. પ્લાન સાથે ગ્રાહકોને Google Gemini Proનું 18 મહિનાનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે, જેની બજાર કિંમત કંપની દ્વારા ₹35,100 દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, આ સુવિધા સાથે યુઝર્સને 5,000GB (5TB)નું વિશાળ ક્લાઉડ સ્ટોરેજ પણ મળે છે. આ સિવાય જો તમારી પાસે 5G ફોન છે અને તમારા વિસ્તારમાં જિયોનું 5G નેટવર્ક ઉપલબ્ધ છે, તો તમને આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા નો લાભ પણ મળશે.

અનેક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન અને પરિવારના સભ્યો માટે SIM ઉમેરવાના ઓપ્શન સાથે, જિયોનો આ ₹449નો પ્લાન એક કમ્પ્લીટ વેલ્યુ ફોર મની પેકેજ સાબિત થાય છે.