Saina Nehwal Net Worth: વિશ્વની ત્રીજી સૌથી અમીર બેડમિન્ટન મહિલા ખેલાડી છે સાયના નેહવાલ, જાણો કેટલી સંપત્તિની માલિક છે

સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપે ડિવોર્સ લઈ લીધા છે.તમને જાણીને નવાઈ લાગશે કે સાયના નેહવાલ વિશ્વની ત્રીજી સૌથી ધનિક બેડમિન્ટન મહિલા ખેલાડી છે. ચાલો જાણીએ તેની કુલ સંપત્તિ વિશે…

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 14 Jul 2025 11:45 AM (IST)Updated: Mon, 14 Jul 2025 11:45 AM (IST)
saina-nehwal-net-worth-in-indian-rupees-2025-income-earnings-assets-lifestyle-match-fees-property-house-car-collection-parupalli-kashyap-divorce-news

Saina Nehwal Net Worth 2025: સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ લગ્નના સાત વર્ષ બાદ ડિવોર્સ લઈ લીધા છે. સાયના નેહવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ અંગે માહિતી આપી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાયના નેહવાલ વિશ્વની ત્રીજી સૌથી ધનિક બેડમિન્ટન મહિલા ખેલાડી છે. ચાલો જાણીએ તેની કુલ સંપત્તિ વિશે…

હરિયાણાના હિસારમાં જન્મેલી સાયના બાળપણથી જ હૈદરાબાદમાં રહે છે. 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાઇનાને અર્જુન એવોર્ડ તેમજ પદ્મશ્રી મળ્યો છે. ભારત સરકારે નેહવાલને ખેલ રત્નથી સન્માનિત પણ કરી છે.

સાયના નેહવાલ કેટલી સંપત્તિની માલિક છે

બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ વાર્ષિક 5 કરોડ રૂપિયા કમાય છે. હાલમાં, તેમની કુલ સંપત્તિ 36 કરોડ રૂપિયા આસપાસ હોવાનું કહેવાય છે. તે બેડમિન્ટન ટુર્નામેન્ટની પ્રાઈઝ મની, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાતો અને રોકાણોની રકમમાંથી કમાણી કરે છે. સાયના પાસે નારિક નામની બ્રાન્ડ પણ છે. સાયના આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. સાયના વિશ્વની ત્રીજી સૌથી ધનિક મહિલા બેડમિન્ટન ખેલાડી છે.

લક્ઝરી ઘર અને કાર કલેક્શન

વર્ષ 2015 માં સાઇનાએ હૈદરાબાદમાં 5 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું. આ વૈભવી ઘરમાં તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્ટાર ખેલાડી સાઇના પાસે મર્સિડીઝ AMG GLE 63 કાર છે. જે તેણે 2023 માં 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ઉપરાંત તેની પાસે 40 થી 50 લાખ રૂપિયાની મીની કૂપર પણ છે. સાઇના નેહવાલ પાસે 50 લાખ રૂપિયાની BMW અને મર્સિડીઝ બેન્ઝ પણ છે.