Sports
Saina Nehwal Birthday: ભારતીય સ્ટાર શટલરનો આજે જન્મદિવસ, જાણો તેણે અચીવ કરેલી યુનિક સિદ્ધિ વિશે
Saina Nehwal Birthday: આજે સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઈના નહેવાલનો જન્મદિવસ છે. તે ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી પ્રથમ ભારતીય શટલર બની હતી. તેણે 2012 લંડન ઓલિમ્પિક દરમિયાન આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
હરિયાણામાં જન્મેલી સાઈનાએ 2009માં પ્રતિષ્ઠિત BWF સુપર સિરીઝ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી તરીકે પણ ઉભરી આવી હતી. 17 માર્ચ, 1990ના રોજ જન્મેલી સાઇનાએ આઠ વર્ષની નાની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. તે એકમાત્ર ભારતીય બેડમિન્ટન ખેલાડી છે, જેણે દરેક BWF મેજર- વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ, વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સ અને ઓલિમ્પિક્સમાં ઓછામાં ઓછો એક મેડલ જીત્યો છે.
સાઈના નેહવાલે અંડર-13 કેટેગરીમાં સબ-જુનિયર નેશનલ ટાઇટલ જીત્યા બાદ 2002માં પોતાની પ્રથમ પ્રોફેશનલ સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. બે વર્ષ પછી તેણીને સિનિયર નેશનલ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સર્કિટમાં તેણીની પ્રથમ સિલ્વરવેર 2005 માં આવી હતી. સાઈનાએ વૈશ્વિક મંચ પર તેની પ્રથમ ટ્રોફી મેળવવા માટે એશિયન સેટેલાઇટ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી હતી.