ICC T20I Team of the Year 2022: સોમવારે 23 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ મેન્સ T20I ટીમ ઓફ ધ યર 2022ની જાહેરાત કરી છે. આ ટીમના કેપ્ટન જોસ બટલર (Jos Buttler) છે, તેમણે ઈગ્લેન્ડની ટીમ (England team)ને ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં જીત અપાવી હતી. આ ટીમમાં 3 ભારતીય ખેલાડી (Indian players)ને પણ સ્થાન મળ્યું છે. તે પૈકી વિરાટ કોહલી (Virat Kohli)ને સ્થાન મળ્યું છે, તે ગયા વર્ષે T20 ક્રિકેટમાં સફળ બેટ્સમેન (Successful batsman) રહ્યો હતો. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) તથા હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
https://twitter.com/ICC/status/1617447060705542147
ભારતના 3 ખેલાડીને સ્થાન
ICC Mens T20I Team of The Year 2022માં ભારતના 3 ખેલાડી વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે, આ ઉપરાંત ઈંગ્લેન્ડ (England)ના 2 ખેલાડી, પાકિસ્તાન (Pakistan)ના 2 ખેલાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રીલંકા, ઝીમ્બામ્વે, આયરલેન્ડ તથા ન્યૂઝીલેન્ડના એક-એક ખેલાડીને સ્થાન મળ્યું છે. આ દેશોના ખેલાડીઓએ ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ (T20 international cricket)માં ખૂબ જ સારું પર્ફોમન્સ કર્યું હતું.
ICC T20I Team of the Year 2022 આ પ્રકારે છે
જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર)
મોહમ્મદ રિઝવાન
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
ગ્લેન ફિલિપ્સ
સિકંદર રઝા
હાર્દિક પંડ્યા
સૈમ કુર્રન
વાનિંદુ હસરંગા
હારિસ રઉફ
જોસ લિટિલ