Mohammed Shami to Pay Wife Hasin Jahan: કોલકાતાની એક કોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને (Mohammed Shami) તેનાથી અલગ રહેતી વાઈફ હસીન જહાંને (Hasin Jahan) 1 લાખ 30 હજાર રૂપિયા માસિક ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ 1 લાખ 30 હજાર રૂપિયામાંથી 50,000 રૂપિયા હસીન જહાં માટે વ્યક્તિગત ભરણપોષણ અને બાકીના 80,000 તેમની દીકરીની સાચવણી માટેના ખર્ચ પેટે આપવાના રહેશે.
2018માં હસીન જહાંએ 10 લાખ રૂપિયાના માસિક ભરણપોષણની માગ કરતા કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાંથી 7 લાખ રૂપિયા તેના વ્યક્તિ ખર્ચા માટે અને બાકીના ત્રણ લાખ તેની દીકરીની ઉછેર માટેના ખર્ચ પેટે માગ્યા હતા.
તેમના વકીલ મૃગાંકા મિસ્ત્રીએ કોર્ટને જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતીય ફાસ્ટ બોલરના ઈન્કમ ટેક્સ રિટર્ન મુજબ તેની વાર્ષિક આવક 7 કરોડ રૂપિયાથી વધુ હતી અને તેના આધારે જ માસિક આવકની માગ કરાઈ છે. 10 લાખ રૂપિયાની ભરણપોષણની માગ અયોગ્ય ન હતી.
જો કે શમીના વકીલ સેલિમ રહમાને દાવો કર્યો કે- હસીન જહાં પોતે એક વ્યવસાયે મોડલ તરીકે કામ કરવા માટે એક સ્થિર આવક સ્ત્રોત બનાવી રહી હતી તેથી લાખો રૂપિયા ભરણપોષણ માટે માગવા અયોગ્ય છે.
અંતે નીચલી અદાલતે બંને પક્ષોને સાંભળ્યા બાદ સોમવારે માસિક ભરણપોષણની રકમ 1.30 લાખ રૂપિયા નક્કી કરી છે. જો કે કોર્ટના નિર્દેશ પર આભાર વ્યક્ત કરતા હસીન જહાંએ દાવો કર્યો કે માસિક ભરણપોષણની રકમ જો વધુ હોત તો તેમણે રાહત મળી હતો. જો કે હજુ સુધી ભારતીય ફાસ્ટ બોલર શમીની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમની જીત બાદ હસીન જહાંએ સોશિયલ મીડિયામાં હાર્દિક પંડયાની એક તસવીર શેર કરી હતી, જેમાં ભારતને છગ્ગાની સાથે જીત અપાવી હતી તો બીજી તરફ શમી પર નિશાન સાધ્યું હતું.
વર્ષ 2018માં શમીની પર્સનલ લાઈફમાં ભૂકંપ આવ્યો
વર્ષ 2018માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પર્સનલ લાઈફ ભૂકંપ આવ્યો હતો. શમીની પત્ની હસીન જહાંએ આ દિગ્ગજ ક્રિકેટર પર ઘરેલૂ હિંસા, મેચ ફિક્સિંગ, દહેજ ઉત્પીડન જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ મોહમ્મદ શમીએ પોતાની પત્નીના આરોપ પર સ્પષ્ટતા આપી હતી. આ ઘટના બાદ શમી અને હસીન જહાં અલગ થઈ ગયા હતા.
https://twitter.com/MdShami11/status/971260035996311552?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E971260035996311552%7Ctwgr%5E995735fb853ca0cbe962152e50b26cba07567c47%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Fsports%2Fcricket%2Fstory%2Fsetback-for-mohammed-shami-as-court-orders-him-to-pay-monthly-alimony-to-estranged-wife-hasin-jahan-2325446-2023-01-23
શમીએ આરોપ પર ચોખવટ કરતા કહ્યું હતું કે- હસીન અને તેમના પરિવારના લોકો કહી રહ્યાં છે કે બેસીને તમામ મુદ્દે વાત કરીશું. પરંતુ હું નથી જાણતો કે તેને કોણ ભડકાવી રહ્યું છે. અમારી પર્સનલ લાઈફ અંગે ચાલી રહેલી તમામ વાત ખોટી છે. મારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર છે. મને બદનામ કરવા કે મારું કરિયર ખતમ કરવાના આ પ્રયાસ છે. શમીએ કહ્યું હતું કે તે દેશ સાથે ગદ્દારી કરવાને બદલે મરવાનું પસંદ કરશે.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.