WPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે 15 જાન્યુઆરીના રોજ મહિલા પ્રીમિયર લીગ 2026નો મુકાબલો રમાયો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. નેટ સાયવર-બ્રન્ટ સિવાય મુંબઈના અન્ય કોઈ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા. બંને ટીમોએ સીઝનની પોતાની ચોથી મેચ રમી હતી. હરલીન દેઓલની અણનમ અડધી સદીના કારણે ઉત્તર પ્રદેશે સીઝનની પોતાની પહેલી જીત મેળવી હતી. યુપીએ મુંબઈને 7 વિકેટથી હરાવ્યું હતું અને મુંબઈ ઈન્ડિયન્સે સીઝનની બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈની બેટિંગ
મુંબઈની ઓપનર ગુનાલન કમલિની સારી શરૂઆત આપી શકી ન હતી. તે 12 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જ્યારે અમનજોતે 33 બોલમાં 38 રન બનાવીને આઉટ થઈ હતી. વધુમાં, નેટ સાયવર-બ્રન્ટે 43 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌરે 11 બોલમાં 16 રન બનાવ્યા હતા, જ્યારે અંતે નિકોલા કેરીએ 20 બોલમાં 32 રનની શાનદાર ઇનિંગ રમી, જેના આધારે મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા.
🚨 FIRST WIN FOR UP WARRIORZ IN WPL 2026 🚨
— Johns. (@CricCrazyJohns) January 15, 2026
- It's fitting that Harleen Deol is the star, one of the best kncoks in WPL history, A statement by her in just 24 hours. pic.twitter.com/X4ZAogRxlF
મુંબઈ ઈન્ડિયન્સ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગઈ
ટોસ જીતીને યુપી વોરિયર્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને મુંબઈ ઈન્ડિયન્સને 20 ઓવરમાં 5 વિકેટે 161 રન પર રોકી દીધા. નેટ સિવર-બ્રન્ટે 43 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી. ઇનિંગની શરૂઆત કરતા અમનજોત કૌરે 38 રન બનાવ્યા. નિકોલા કેરીએ પણ અણનમ 32 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન, યુપી વોરિયર્સ તરફથી શિખા પાંડે, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન અને આશા સભાનાએ એક-એક વિકેટ લીધી.
યુપીની પહેલી જીત
ટાર્ગેટનો પીછો કરતા યુપી પણ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ ગયું. મેગ લેનિંગ 26 બોલમાં 25 રન અને કિરણ નવગિરે 12 બોલમાં 10 રન બનાવીને આઉટ થઈ ગઈ. જોકે, ફોબી લિચફિલ્ડ અને હરલીન દેઓલે જવાબદારી સંભાળી અને ટીમ માટે સમજી વિચારીને બેટિંગ કરી. હરલીન દેઓલે 39 બોલમાં 64 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી. લીચફિલ્ડે પણ 22 બોલમાં 25 રન બનાવ્યા. યુપી માત્ર 18.1 ઓવરમાં 162/3 રન બનાવીને મેચ જીતી ગયું.
