WPL 2023 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં કૃતિ-કિયારાના ડાન્સે દિલ જીત્યાં, એપી ઢિલ્લોંના ગીતો પર લોકો ઝૂમ્યાં

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 04 Mar 2023 10:28 PM (IST)Updated: Sat, 04 Mar 2023 10:37 PM (IST)
wpl-2023-opening-ceremony-kriti-kiaras-dance-wins-hearts-at-opening-ceremony-ap-dhillons-songs-rock-the-crowd

WPL 2023 Opening Ceremony: વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સીઝનનો આજથી રંગારંગ કાર્યક્રમની સાથે પ્રારંભ થયો. સીઝનની પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ. જો કે આ મેચ શરૂ થઈ તે પહેલાં ઓપનિંગ સેરેમનમાં હિપહોપ સિંગર એપી ઢિલ્લોં, બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને કૃતિ સેનનના પર્ફોમન્સે દર્શકોના દિલ જીત્યા. ઓપનિંગ સેરેમની દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ BCCIના અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ અને BCCIના અન્ય ટોચના પદાધિકારીઓ હાજર રહ્યાં. સેરેમની ખતમ થયા બાદ પાંચેય ટીમના કેપ્ટને ટ્રોફીની સાથે ફોટો ખેંચાવ્યો.

કિયારાને ઠુમકાંએ દિલ જીત્યાં
ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં સૌથી પહેલાં કિયારા અડવાણીએ પોતાનું પરફોર્મ રજૂ કર્યું. પોતાના ગીત 'કયા બાત હૈ…' પર પરફોર્મ કર્યું. તેને પોતાની ફિલ્મ ભુલ ભુલૈયા-2ના ટાઈટલ ટ્રેક પર ઠુમકાં માર્યા. આ કાર્યક્રમનું સંચાલન મંદિરા બેદી કર્યું હતું.

ચક દે ઈન્ડિયા ગીત પર કૃતિનું પરફોર્મ
કિયારા બાદ કૃતિ સેનને સ્પેશિયલ પરફોર્મન્સ આપ્યું. તેને બાદલ પે પાંવ હૈ… પર ડાન્સ કર્યો. જે બાદ ચક દે ઈન્ડિયાના ટાઈટલ ટ્રેક પર પણ ડાન્સ કર્યો. તેને લુકા છુપી ફિલ્મના કોકા કોલા તૂ.. પર પણ ડાન્સ કર્યો. જે બાદ કૃતિએ પરમ સુંદરી ગીત પર ડાન્સ કર્યો હતો.

પંજાબ પોપ સિંગરે પણ લોકોને મનોરંજન પૂરું પાડ્યું
જાણીતા પોપ સિંગર એપી ઢિલ્લોંએ પોતાના પંજાબી ગીત પર પરફોર્મ રજૂ કર્યું. તેને દિલ તેરા અને કયા બાત હૈ ગીત પર પરફોર્મ રજૂ કર્યું.

પાંચ ટીમ વચ્ચે ટાઈટલ માટે જંગ
મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં 5 ટીમ ભાગ લઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ, દિલ્હી કેપિટલ્સ વુમન્સ અને રોયલ ચેલેન્જર્સ વુમન્સની ટીમ સામેલ છે. વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં 20 લીગ મેચ રમાશે, જ્યારે બે પ્લેઓફ હશે. 23 દિવસ દરમિયાન મહિલા ખેલાડી પૂરા જોશ સાથે ખેલશે. ટૂર્નામેન્ટમાં ચાર ડબલ હેડર હશે. પહેલો ડબલ હેડર 5 માર્ચે, બીજો 18 માર્ચ, ત્રીજો 20 માર્ચ અને ચોથો 21 માર્ચે હશે. જે દિવસે ડબલ હેડર હશે તે દિવસે પહેલી મેચ બપોરે સાડા ત્રણ વાગ્યાથી શરૂ થશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.