Women's World Cup 2025 Final: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 2 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. આ દિવસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC વર્લ્ડ કપ 2025નો પોતાનો પ્રથમ ખિતાબ જીતીને એક નવો અધ્યાય રચ્યો છે. દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતીય મહિલા ટીમે 47 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ
આ ઐતિહાસિક વિજય પછી, આખું ભારત ઉજવણીના માહોલમાં ડૂબી ગયું હતું. દેશભરમાંથી જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી પણ અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ આ વિશેષ જીત પર ખુશી વ્યક્ત કરી અને ભારતીય મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને કર્યા વખાણ
આ મહાન સિદ્ધિ પર ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રશંસા કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયન ટીમ વિશે પણ રસપ્રદ વાત કહી.
આ પણ વાંચો
ભારતીય ક્રિકેટ ટીમના ICC મહિલા વર્લ્ડ કપ 2025 જીતવા અંગે વાત કરતા વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કહ્યું કે, 'મેં ગઈકાલે રાત્રે દક્ષિણ આફ્રિકા સામેની મેચના હાઈલાઈટ્સ જોયા… હું ફક્ત તેમને અભિનંદન આપવા માંગુ છું. તેઓ અદ્ભુત હતા, ખરેખર વર્લ્ડ-ક્લાસ, અને તેઓ જીતવાને લાયક હતા. અમને તેમના પર ખૂબ ગર્વ છે. ભલે અમે ઈચ્છતા હતા કે ન્યૂઝીલેન્ડ જીતે… જ્યાં સુધી કોઈ ઓસ્ટ્રેલિયાને હરાવે, તે જ અમને ગમે છે, અને તે તમે લોકો ખૂબ સારી રીતે કરો છો.'
#WATCH | Auckland: On Indian cricket team winning the ICC Women's World Cup 2025, Christopher Luxon, Prime Minister of New Zealand, says, "I watched the highlights of the game last night against South Africa... I just want to say congratulations to them. They were outstanding,… pic.twitter.com/prvTVasUHX
— ANI (@ANI) November 5, 2025
