T20 World Cup 2026 Team India: આગામી વર્ષ 2026માં યોજાનાર T20 World Cup માટે જ્યારે શનિવારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે શુભમન ગિલને સ્થાન ન મળ્યું અને તેની જગ્યાએ અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવી. ગિલ દક્ષિણ આફ્રિકા સિરીઝ સુધી વાઈસ-કેપ્ટન હતો.
અજીત અગરકરે જણાવ્યું કે ગિલની જગ્યાએ અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન શા માટે જવાબદારી આપવામાં આવી, જ્યારે આ સ્પર્ધામાં હાર્દિક પંડ્યાના નામને નજર-અંદાજ કરી શકાય તેમ ન હતું.
હાર્દિક પંડ્યા એક સમયે ભારતીય ટીમ T20નો કેપ્ટન હતો T20 વર્લ્ડ કપ-2024માં તે ભારતનો વાઈસ-કેપ્ટન હતો. જોકે ત્યારબાદ તે કેપ્ટનની સ્પર્ધામાંથી બહાર થઈ ગયો અને હવે વાઈસ-કેપ્ટન પણ તે બની શક્યો નથી. જોકે, અહેવાલ પ્રમાણે વાઈસ-કેપ્ટન પદ માટે હાર્દિક પંડ્યાના નામની ચર્ચા થઈ હતી, જોકે અક્ષર પટેલે બાજી મારી લીધી.
અજીત અગરકરે આ અંગે કારણ આપ્યું
ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે જ્યારે ગિલ T20 ટીમમાંથી બહાર હતો તો અક્ષર પટેલ વાઈસ-કેપ્ટન હતો અને તે માટે ગિલ બહાર થયા બાદ તેને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી છે. અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે શુભમન ટીમનો વાઈસ-કેપ્ટન હતો, જોકે હવે ટીમમાંથી માટે કોઈને તો વાઈસ-કેપ્ટન થવાનું હતું. શુભમન જ્યારે T20 રમતો ન હતો ત્યારે અક્ષર વાઈસ-કેપ્ટન હતો.
વર્ષ 205ની શરૂઆતમાં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસ પર આવી હતી ત્યારે અક્ષર જ ભારતીય T20 ટીમનો વાઈસ-કેપ્ટન હતો. આ સંજોગોમાં ફરી એક વખત તેને આ જવાબદારી આપવામાં આવી છે.
પંડ્યા વધુ સારો વિકલ્પ હોત
બીજી બાજુ હાર્દિક પંડ્યાં વાઈસ-કેપ્ટન માટે વધુ સારી પસંદગી હોઈ શકે તેમ હતો. તે અનુભવી છે અને ટીમનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે વાકેફ હતો. તેણે ભારતનું નેતૃત્વ પણ કર્યું છે. તેને ગુજરાત ટાઇટન્સ સાથે IPL ટાઇટલ જીતવાનો અનુભવ પણ રહ્યો છે અને તે એક એવો ખેલાડી છે જેનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. કદાચ તેના ઈજાના ઇતિહાસને જોતાં પસંદગીકારોએ તેને નજરઅંદાજ કર્યો હતો અને અક્ષરને પસંદ કર્યો હતો.
