IND vs USA મેચમાં કેમેરામાં કેદ થયેલી 'મિસ્ટ્રી ગર્લ' કોણ? સોશિયલ મીડિયા પર છવાઈ તન્વી ગડકરી

ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ગ્રાઉન્ડમાં ડાન્સ કરી રહેલી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે, જે બીજું કોઈ નહીં પણ ઉભરતી અભિનેત્રી તન્વી ગડકરી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 09 Feb 2026 11:57 AM (IST)Updated: Mon, 09 Feb 2026 11:57 AM (IST)
who-is-tanvi-gadkari-viral-dance-during-india-vs-usa-icc-t20-world-cup

IND vs USA, T20 World Cup 2026: ક્રિકેટના મેદાનમાં જ્યારે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલે છે, ત્યારે કેમેરામેનની નજર સ્ટેડિયમમાં બેઠેલા ઉત્સાહી ફેન્સ પર પણ અચૂક જાય છે. તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને USA વચ્ચેની ICC T20 વર્લ્ડ કપ 2026 ની મેચમાં આવું જ કંઈક જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ગ્રાઉન્ડમાં ડાન્સ કરી રહેલી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે, જે બીજું કોઈ નહીં પણ ઉભરતી અભિનેત્રી તન્વી ગડકરી છે.

સૂર્યકુમારનો શોટ અને તન્વીનો ડાન્સ

આ વાયરલ વીડિયોની ખાસ વાત એ હતી કે જ્યારે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેદાનમાં શાનદાર શોટ ફટકાર્યો, ત્યારે કેમેરામેને તન્વી ગડકરીના ડાન્સને કેમેરામાં કેદ કર્યો હતો. સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોની વચ્ચે તેનો આ એનર્જીભર્યો ડાન્સ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખુદ તન્વીએ પણ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમમાં જોયેલી તેની પ્રથમ ક્રિકેટ મેચ હતી અને ટીવી પર લાઈવ દેખાતા તેની ખુશીનો પાર રહ્યો નહોતો.

મુંબઈની રહેવાસી તન્વી ગડકરી એક કુશળ અભિનેત્રી, ડાન્સર અને જાણીતી ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. તેણે મનોરંજન જગતમાં પોતાની કારકિર્દીની શરૂઆત મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝથી કરી હતી. વેબ સિરીઝ 'કેમ્પસ બીટ'માં 'રીહાન્ના'ની ભૂમિકાથી તેને નોંધપાત્ર લોકપ્રિયતા મળી હતી. તેણીએ 'જમનાપાર' જેવી લોકપ્રિય વેબ સિરીઝ અને અનેક ચર્ચિત મ્યુઝિક વીડિયોમાં પોતાના ડાન્સથી સૌંને પ્રભાવિત કર્યા છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ

તન્વી ગડકરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે, જ્યાં તે નિયમિતપણે ડાન્સ રીલ્સ, ફેશન અને લાઇફસ્ટાઇલ સંબંધિત કન્ટેન્ટ શેર કરે છે. બ્રાન્ડ કોલાબોરેશન અને અનોખી ડાન્સ શૈલીને કારણે તે યુવા પેઢીમાં ખૂબ લોકપ્રિય છે.