Akash Madhwal: IPLની ગઈકાલની એલિમિનેટર મેચમાં મુંબઈએ લખનઉને 81 રને હરાવ્યું હતું. આ મેચમાં તરખાટ મચાવનાર મુંબઈનો બોલર આકાશ મધવાલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે આ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. લખનઉના કમર તોડી નાખનાર આ આકાશ મઘવાલ રિષભ પંતનો પડોશી છે. 29 વર્ષિય આ ખલાડી ઉત્તરાખંડના રુડકીના ઠંડેરાનો છે, પંતનું ઘર પણ અહીં છે.
લખનઉ સામે 5 વિકેટ લનાર આકાશ ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે 24 વર્ષ સુધી માત્ર ટેનિસ બોલ ક્રિકેટ રમ્યો છે. આકાશના ક્રિકેટને જોઈને ઉત્તરાખંડના કોચ વસીમ ઝફરની પહેલી નજર તેના પર પડી. આકાશની ટ્રાયલ 2019માં થઈ હતી, તેણે પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. ઉત્તરાખંડની ટીમમાં પસંદગી થયા બાદ તે મોટા સ્ટેજની શોધમાં હતો. મુંબઈ ઈન્ડિયન્સે તેને તક આપી. આકાશને મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં મિની ઓક્શનમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
આકાશ મધવાલને આઈપીએલમાં ડેબ્યુ કરવા માટે ત્રણ વર્ષથી રાહ જોવી પડી હતી. પહેલા આરસીબીમાં નેટ બોલર હતો અને પછી તે મુંબઈ ઈન્ડિયન્સમાં સપોર્ટ બોલર બન્યો હતો. આકાશે આઈપીએલની આ સિઝનમાં ડેબ્યું કર્યું છે. 3 મે 2023 ના રોજ, તેણે પંજાબ કિંગ્સ સામે તેની પ્રથમ IPL મેચ રમી. આકાશે અત્યાર સુધી 7 IPL મેચમાં 13 વિકેટ ઝડપી છે.
આકાશે પ્લેઓફ/નોક આઉટમાં સૌથી સારી બોલિંગ કરી છે. તેણે કુલ 3.3 ઓવરમાં 5 રન આપી 5 વિકેટ ઝડપી છે. 13 વર્ષ પહેલા 2010માં ચેન્નઈ સુપર કિંગ્સના બોલર ડગ બોલિંગરે 13 રનમાં 4 વિકેટ લીધી હતી, આ રેકોર્ડને આકાશે તોડી નાખ્યો છે.
મેચમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 8 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રિને 41, સૂર્યકુમાર યાદવે 33 અને તિલક વર્માએ 26 રન બનાવ્યા હતા. લખનઉ વતી નવીન ઉલ હકે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. સ્ટોઈનિસે સૌથી વધારે 40 રન કર્યા હતા. આકાશ માધવલે 5 વિકેટ ઝડપી હતી. મુંબઈનો 81 રને વિજય થયો હતો.