IND vs NZ: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને મેદાન પર લેડી લવ Aditi Hundia સાથે કરી ઉજવણી; રોમેન્ટિક તસવીરો વાયરલ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા (Aditi Hundia) ની રોમેન્ટિક ક્ષણોએ સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી લીધા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 09 Mar 2026 11:37 AM (IST)Updated: Mon, 09 Mar 2026 11:37 AM (IST)
who-is-aditi-hundia-meet-ishan-kishans-gf-seen-celebrating-indias-t20-world-cup-2026-win

Ishan Kishan GF Aditi Hundia: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ મેદાન પર ઉત્સાહ અને લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા (Aditi Hundia) ની રોમેન્ટિક ક્ષણોએ સોશિયલ મીડિયા પર ચાહકોના દિલ જીતી લીધા છે.

મેદાન પર જોવા મળી અદભૂત કેમિસ્ટ્રી

ભારત ચેમ્પિયન બન્યા બાદ જ્યારે ઈશાન કિશન તિરંગામાં લપેટાયેલો વિજયનો આનંદ મનાવી રહ્યો હતો, ત્યારે તેની ગર્લફ્રેન્ડ અને જાણીતી મોડલ અદિતિ હુંડિયા સ્ટેન્ડ્સમાંથી નીચે ઉતરીને સીધી મેદાન પર પહોંચી હતી. ઈશાન અને અદિતિએ એકબીજાને ભેટીને આ ખાસ જીતની ઉજવણી કરી હતી. આ સિવાય તેઓ હાર્દિક પંડ્યા અને મહિકા શર્મા સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ 'લવ-બર્ડ્સ'ની તસવીરો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે.

કોણ છે અદિતિ હુંડિયા?

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાતી અદિતિ હુંડિયા પોતાની રીતે એક સફળ વ્યક્તિત્વ ધરાવે છે. જયપુરની રહેવાસી અદિતિ ફેમિના મિસ ઈન્ડિયા 2017 ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે અને તેણે મિસ દિવા 2018 નો ખિતાબ પણ જીત્યો છે. તેણે જયપુરની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BBA (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) નો અભ્યાસ કર્યો છે. મોડલિંગ અને ફેશન ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવ્યા બાદ અદિતિ હવે ઉદ્યોગસાહસિક તરીકે પોતાનું ફેશન લેબલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 350,000 ફોલોઅર્સ છે.

2019 થી શરૂ થયેલી પ્રેમ કહાની

ઈશાન અને અદિતિના સંબંધોની ચર્ચા IPL 2019 દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે અદિતિ વારંવાર ઈશાનને ચીયર કરવા સ્ટેડિયમમાં જોવા મળતી હતી. જોકે, આ સંબંધોની સત્તાવાર પુષ્ટિ ફેબ્રુઆરી 2026 માં થઈ હતી, જ્યારે ઈશાનના દાદા અનુરાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ઈશાનની પસંદગીની છોકરીનો સ્વીકાર કરે છે.

ઈશાન કરતા મોટી છે અદિતિ

અદિતિ ઈશાન કરતા મોટી છે. ઈશાન કિશનની ઉંમર હાલ 27 વર્ષ છે, જ્યારે અદિતિ 29 વર્ષની છે. આમ, અદિતિ ઈશાન કરતા લગભગ દોઢ વર્ષ મોટી છે, પરંતુ મેદાન પર જોવા મળેલી તેમની અતૂટ કેમિસ્ટ્રી અને પ્રેમ તેમની વચ્ચેના ગાઢ સંબંધની સાક્ષી પૂરે છે.