Virat Kohli Birthday: વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય સફરની શરૂઆત ઓગસ્ટ 2008માં શ્રીલંકાના દાંબુલા મેદાનથી થઈ હતી. તે સમયે કોહલીની ઉંમર માત્ર 20 વર્ષની હતી. જોકે 37માં વર્ષે પહોંચીને તેઓ હવે એક 'વિરાટ' બેટ્સમેન બની ચૂક્યા છે. વિરાટ કોહલીના 'વિરાટ' બનવાની કહાણી તે 22 આંકડાઓ પણ કહે છે કે જે તેમણે પોતાના ઇન્ટરનેશનલ ડેબ્યૂ પછી બનાવ્યા છે અને જેમાં તે સૌથી આગળ એટલે કે નંબર 1 છે. તેમના ડેબ્યૂ પછી અન્ય કોઈ ખેલાડી એવો નથી જેણે આ સિદ્ધિઓ તેમના કરતાં વધારે વખત પોતાના નામે કરી હોય.

22 'વિરાટ' સિદ્ધિઓ
- ઇન્ટરનેશનલ ડેબ્યૂ પછી વિરાટ કોહલી સૌથી વધુ 27,673 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે.
- વિરાટ કોહલી સૌથી વધુ 144 આંતરરાષ્ટ્રીય અર્ધસદી ફટકારી છે.
- વિરાટ કોહલી સૌથી વધુ 82 આંતરરાષ્ટ્રીય સદીઓ ફટકારી છે.
- સૌથી વધુ 7 બેવડી સદીઓ પણ વિરાટ કોહલીએ જ લગાવી છે.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ પછી વિરાટ કોહલી 3034 બાઉન્ડ્રીઝ લગાવી ચૂક્યા છે.
- વિરાટ કોહલીએ સૌથી વધુ 69 વાર 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો.
- વિરાટ કોહલીએ સૌથી વધુ 21 વાર 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો ખિતાબ જીત્યો.
- વિરાટ કોહલી પાસે સૌથી વધુ 10 ICC એવોર્ડ્સ છે.

ICC ટુર્નામેન્ટ્સમાં સર્વોચ્ચ સ્થાન
- વિરાટ કોહલીએ ICC ટુર્નામેન્ટ્સમાં તેમણે સૌથી વધુ 3954 રન બનાવ્યા.
- વિરાટ કોહલીએ ICC ટુર્નામેન્ટ્સમાં સૌથી વધુ 39 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા.
- વિરાટ કોહલી ICC ટુર્નામેન્ટ્સમાં સૌથી વધુ 15 વાર 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યા.
- વિરાટ કોહલી ICC ટુર્નામેન્ટ્સમાં સૌથી વધુ 3 વાર 'પ્લેયર ઓફ ધ સિરીઝ' પણ તે બન્યા છે.
- વિરાટ કોહલી ICC ટુર્નામેન્ટ્સની સેમિ-ફાઇનલમાં સૌથી વધુ 586 રન બનાવનાર બેટ્સમેન છે.
- વિરાટ કોહલી ICC ટુર્નામેન્ટ્સની સેમિ-ફાઇનલમાં સૌથી વધુ 7 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન છે.
- વિરાટ કોહલીએ ICC ટુર્નામેન્ટ્સની ફાઇનલમાં સૌથી વધુ 411 રન બનાવ્યા છે.

કેપ્ટન તરીકેના રેકોર્ડ્સ
- વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ 12,883 રન બનાવ્યા છે.
- કેપ્ટન તરીકે સૌથી વધુ 41 સદીઓ પણ તેમણે જ બનાવી છે.
- કેપ્ટન તરીકે સૌથી વધુ 7 બેવડી સદીઓ પણ તેમણે જ ફટકારી છે.
- કેપ્ટન તરીકે સૌથી વધુ 27 વાર 'પ્લેયર ઓફ ધ મેચ' જીતવાનો રેકોર્ડ પણ વિરાટના નામે છે.
- કેપ્ટન તરીકે સૌથી વધુ 12 વાર 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જીતવાનો રેકોર્ડ પણ વિરાટના નામે છે.

ટીમની જીતમાં યોગદાન
- ટીમની જીતમાં સૌથી વધુ 18,173 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે.
- ટીમની જીતમાં વિરાટ કોહલીએ 58 સદીઓ ફટકારી છે, જે પણ એક રેકોર્ડ છે.
