Indian T20 Squad, Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ વૈભવ ટીમ ઈન્ડિયામાં સામેલ થનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. જોકે, વૈભવ પાસે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે.
છેલ્લા બે વર્ષથી વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને જોતા પસંદગીકારોની તેના પર નજર હતી, અને હવે તેનું ટીમ ઈન્ડિયા માટે રમવાનું સ્વપ્ન સાકાર થતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વૈભવ સૂર્યવંશીને એશિયન ગેમ્સની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે?
શ્રેયસ અય્યરને સૂર્યકુમાર યાદવની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યા છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની આ ટીમમાં વૈભવ સૂર્યવંશીની પણ પસંદગી કરવામાં આવી છે. જોકે, ટીમમાં પહેલેથી જ અભિષેક શર્મા અને સંજુ સેમસન જેવા ઓપનર હોવાથી તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે કે કેમ તે જોવું રહ્યું.
પરંતુ જો વૈભવને રમવાની તક મળશે, તો તે ભારત માટે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે. સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વૈભવ અત્યારે માત્ર 15 વર્ષનો છે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામીને વૈભવ સૂર્યવંશીએ સૌથી નાની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનો સચિનનો એક રેકોર્ડ તો તોડી નાખ્યો છે.
IPL 2026 ના શાનદાર પ્રદર્શનનું પરિણામ
IPL માં કરેલા શાનદાર પ્રદર્શનના આધારે વૈભવ સૂર્યવંશીને આ તક મળી છે. વૈભવે ગયા વર્ષે સાત મેચ રમીને 252 રન બનાવ્યા હતા. પરંતુ IPL 2026 માં વૈભવ સૂર્યવંશીને માત્ર 14 મેચમાં 776 રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ સિઝનમાં તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી.
IPL 2026 દરમિયાન જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ કે પેટ કમિન્સ જેવા વિશ્વના કોઈ પણ દિગ્ગજ બોલર વૈભવ સૂર્યવંશીના પ્રહારથી બચી શક્યા ન હતા. વૈભવ સૂર્યવંશીનો સંપૂર્ણ સિઝન દરમિયાન સ્ટ્રાઇક રેટ 237.31 રહ્યો હતો.
